સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળ્યો. જ્યાં નબળા ડૉલર ઈન્ડેક્સથી COMEX પર સોનાની કિંમતો 2030 ડૉલર આસપાસ જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.
સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળ્યો. જ્યાં નબળા ડૉલર ઈન્ડેક્સથી COMEX પર સોનાની કિંમતો 2030 ડૉલર આસપાસ જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.
ચાંદીમાં પણ 4 સપ્તાહની ઉંચાઈ પર કારોબાર જોવા મળ્યો હતો જે બાદ ચાંદીમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળ્યું. જ્યાં COMEX પર ચાંદીની કિંમતો 23 ડૉલરને પાર જતી જોવા મળી. સ્થાનિક બજારમાં પણ પોણા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.
બેઝ મેટલ્સમાં વચેવાલી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં lme પર તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યાં કોપરની કિંમતો 3 મહિંનાના નીચલા સ્તર પહોંચતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે ફેડ રેટ કટની ઓછી આશાએ કોપરની કિંમતો પર અસર થતા જોવા મળી.
ક્રૂડ ઓઈલમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 82 ડૉલર ઉપર જોવા મળી રહી છે. તો nymexમાં માગની સપ્લાયની ચિંતાને લઈ દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવ અને નબળા ડૉલર ઈન્ડેક્સને કારણે ક્રૂડની કિંમતો પર અસર થતા જોવા મળી રહી છે.
નેચરલ ગેસમાં 3 ટકાની નરમાશ સાથે કિમતો 129 પર પહોંચતી જોવા મળી.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં ધાણામાં તેજી તો હળદર અને જીરામાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.