કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સુસ્તી, ક્રૂડમાં તેજી, બ્રેન્ટના ભાવ $82ને પાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સુસ્તી, ક્રૂડમાં તેજી, બ્રેન્ટના ભાવ $82ને પાર

સપ્તાહની શરૂઆતમાં એગ્રી કૉમોડિટીમાં પણ વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો. જ્યાં મસાલા પેકમાં જીરામાં સૌથી વધુ અઢી ટકાની વેચવાલી આવતી જોવા મળ્યો. તો ધાણામાં સવા બે ટકાનું દબાણ જોવા મળ્યું.

અપડેટેડ 12:38:03 PM Feb 13, 2024 પર
Story continues below Advertisement
એસઈએ એ ખાદ્ય તેલની ઈમ્પોર્ટમાં મોટો ઘટાડો કર્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર જાન્યુઆરી ઈમ્પોર્ટ 28% ઘટાડો થયો છે. ગયા વર્ષના સ્ટોક સેવિંગને કારણે ઈમ્પોર્ટ ઘટી. ઈટનેશનલ બજારમાં ખાદ્યતેલના ભાવ ઉંચા છે.

MCX ઠપ

MCXમાં આવી ટેકનિકલ ખામી. MCX નિયત સમયે ખુલ્યુ નહિં. બે કલાક મોડું ખુલવાની સંભાવના છે. MCX ખુલવાનો સમય સવાર 9 વાગ્યાનો છે. 9 વાગ્યાને બદલે 1 વાગ્યે ખુલવાની સંભાવના છે. MCX ટેકનિલ ખામી જલ્દી જ દુર કરીશું.

US CPI પહેલા સોનામાં સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં COMEX પર સોનાની કિંમતો 2033 પાસે જોવા મળી. ચાંદીની કિંમતોમાં મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં 22 ડૉલર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.


તો મેટલ્સમાં Lme કોપરમાં શોર્ટ કવરિકના કારણે તેજી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટની કિંમતો 88 ડૉલર ઉપર જોવા મળી. તો NYMEXમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં NYMEXની કિંમતો 77 ડૉલર પાસે કારોબાર થત જોવા મળી. ઉલ્લેખનીય છે કે સપ્લાયની ચિંતા અને ભૌગોલિક તણાવને લઈ nymexમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

સપ્તાહની શરૂઆતમાં એગ્રી કૉમોડિટીમાં પણ વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો. જ્યાં મસાલા પેકમાં જીરામાં સૌથી વધુ અઢી ટકાની વેચવાલી આવતી જોવા મળ્યો. તો ધાણામાં સવા બે ટકાનું દબાણ જોવા મળ્યું. તો હળદકમાં એક ટકાનું દબાણ જોવા મળ્યું. ત્યારે ગુવાર પેકમાં એક ટકાથી દોઢ ટકાની વેચવાલી જોવા મળી.

ખાદ્ય તેલનું ઈમ્પોર્ટ ઘટ્યું

એસઈએ એ ખાદ્ય તેલની ઈમ્પોર્ટમાં મોટો ઘટાડો કર્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર જાન્યુઆરી ઈમ્પોર્ટ 28% ઘટાડો થયો છે. ગયા વર્ષના સ્ટોક સેવિંગને કારણે ઈમ્પોર્ટ ઘટી. ઈટનેશનલ બજારમાં ખાદ્યતેલના ભાવ ઉંચા છે. મોંઘા ખાદ્યઓઈલના કારણે ઈમ્પોર્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. રાયના નવા પાકને કારણે પણ ઈમ્પોર્ટ પર દબાણ જોવા મળ્યુ છે. તેલ વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આયાતમાં ઘટાડો થયો છે. પ્રથમ ક્વાર્ટરની આયાતમાં 23% ઘટાડો થયો. તેલ વર્ષ નવેમ્બરથી ઓક્ટોબર છે. આ વર્ષે ખાદ્યતેલ મોંઘુ થઈ શકે છે. ઉત્પાદનમાં ઘટાડાથી કિંમતો વધી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 13, 2024 12:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.