ક્રૂડ ઓઈલમાં ફરી આવ્યું દબાણ. બ્રેન્ટની કિંમતો 81 ડૉલર પાસે પહોંચતી જોવા મળી.
સોનામાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2000 ડૉલરને પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખીય છે કે US રેટ કટમાં વિલંબ થવાની ચિંતાએ સોનાની કિંમતોમાં દબાણ બનતુ જોવા મળ્યું. તો આ સાથે હવે બજારની નજર US જોબ ડેટા પર બની રહી છે.
ચાંદીમાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં COMEX પર ચાંદીની કિંમતો 22 ડૉલરને પાર જતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં મામૂલી નરમાશ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સમાં નીચેના સ્તરેથી રિકવરી આવતી જોવા મળી રહી છે. જ્યાં LME પર તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ લીલા નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે US CPI બાદ કોપરમાં 3 મહિનાના નીચલ સ્તરો પર કારોબાર કરી રહ્યું હતુ જે બાદ કોપરમાં રિકવરી આવતી જોવા મળી.
ક્રૂડ ઓઈલ તરફથી પણ નેગેટીવ સંકેતો મળી રહ્યા છે. વધતા ડૉલર ઈન્ડેક્સને કારણે બ્રેન્ટની કિંમતો 81 ડૉલર પાસે પહોંચતું જોવા મળ્યું. ક્રૂડ ઈનવેન્ટરી અનુમાન કરતા વધુ ઘટતા NYMEX ક્રૂડમાં પણ દબાણ બનતુ જોવા મળ્યું. સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની વેચવાલી આવતી જોવા મળી.
નેચરલ ગેસમાં સ્થાનિક બજામાં ફ્લેટ ટૂ નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં કિંમતો 135 આસપાસ કારોબાર કરતી જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટીમાં આવી રીકવરી. મસાલા પેકમાં તમામ મસાલામાં તેજી સાથેનો કારોબાર તો. ગુવાર પેકમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જ્યાં ગુવાર પેકમાં દોઢ-દોઢ ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.