શુક્રવારે સોનાની કિંમતો પર દબાણ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 2 હજારના સ્તરની નીચે આવ્યા, આજે શરૂઆતી કારોબારમાં કેમેક્સ પર કિંમતો 1973 (તોતેર) ડૉલરના સ્તરની પાસે હતી, જ્યારે સ્થાનિક બજારમાં પા ટકાના ઘટાડા સાથે 60,547ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં પણ દબાણ બનતા વૈશ્વિક બજારમાં ભાવ પા ટકાથી વધારે ઘટી 23 ડૉલર પાસે પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 72,709ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1 ટકાથી વધુના ઘટાડા સાથે 239ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.
વેસ્ટ એશિયામાં તણાવ વધતા, વધતા ઇન્ટરેસ્ટ રેટ અને વધુ ઇન્વેન્ટરીના કારણે ખાસ કરીને કોપરની કિંમતો પર દબાણ વધ્યું છે, તો સ્થાનિક બજારમાં પણ મોટાભાગની મેટલ્સમાં નરમાશ દેખાઈ રહી છે.