કોમોડિટી લાઈવ: સપ્તાહની શરૂઆતમાં સોના-ચાંદીમાં આવી સુસ્તી. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2048 ડૉલર પાસે પહોંચી તો ચાંદીની કિંમતો 23 ડૉલર નીચે સરકી. સ્થાનિક બજારમાં પણ નફાવસુલીનો માહોલ.
સપ્તાહની શરૂઆતમાં સોનાની કિંમતોમાં પણ નરમાશ આવતી જોવા મળી. જ્યાં COMEX પર સોનાની કિંતમો 2029 પર પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ સોનામાં અડધા ટકાની નરમાશ આવતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે US નોન ફાર્મ પે રોલ ડેટામાં રેટ કટ થવાની ઓછી સંભાવનાના કારણે સોનાની કિંમતોમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.
ચાંદીમાં પણ સોનાના પગલે દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો 22 ડૉલર પાસે જોવા મળી. તો સ્થાનિક બજારમાં અડધા ટકાની નરમાશ આવતી જોવા મળી.
બેઝ મેટલ્સમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં US જોબ ડેટા અનુમાનથી સારા હોવાથી LME પર તમામ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી. તો મજબૂત US ડૉલરના કારણે સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ પણ લાલ નિશાનમાં જોવા મળી.
ગત સપ્તાહના ઘટાડા બાદ ક્રૂડ ઓઈલમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટની કિંમતો 77 ડૉલરને પાર જતી જોવા મળી તો NYMEX માં ભૌગોલિક તણાવને કારણે તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે મજબૂત ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડને કારણે પણ ક્રૂડમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.
નેચરલ ગેસમાં પણ સપ્તાહની શરૂઆતમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં અડધા ટકા ઉપરની તેજી સાથે કિંમતો 175 ની આસપાસ કારોબાર કરતી જોવા મળી.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં જીરામાં દોઢ ટકા તો હળદરમાં પોણા બે ટકાની અને ધાણામાં પણ પોણા બે ટકાની નરમાશ આવતી જોવા મળી. તો બીજી બાજુ ગુવાર પેકમાં એક- એક ટકાનું દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.