મજબૂત ડૉલર અને બોન્ડ યીલ્ડમાં વધારાના કારણે સોનાની ચમક ફીકી પડતી દેખાઈ, જ્યાં comex પર ભાવ 1937 ડૉલરના સ્તરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 59,100ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
મજબૂત ડૉલર અને બોન્ડ યીલ્ડમાં વધારાના કારણે સોનાની ચમક ફીકી પડતી દેખાઈ, જ્યાં comex પર ભાવ 1937 ડૉલરના સ્તરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 59,100ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ વધતા વૈશ્વિક બજારમાં કિંમતો 24 ડૉલરની પણ નીચે સરકતી દેખાઈ, જ્યારે સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુના દબાણ સાથે 72,635ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે lme પર કોપરની કિંમતોમાં ફરી દબાણ જોવા મળ્યું, આ સાથે જ જુલાઈ મહિનામાં ચાઈનાના કેક્સિન manufacturing Purchasing Managers' Indexમાં ઘટાડો આવતા અન્ય મેટલ્સમાં પણ નરમાશ જોવા મળી રહી છે. સાથે જ સ્થાનિક બજારમાં પણ રેન્જબાઉન્ડ કામકાજ જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં બ્રેન્ટના ભાવ ઘટીને 84 ડૉલરની નીચે આવ્યા, પણ usમાં ઇન્વેન્ટરી ઘટતા nymex ક્રૂડમાં મજબૂતી જોવા મળી અને કિંમતો 79 ડૉલરની ઉપર રહેતી દેખાઈ, જ્યારે સ્થાનિક બજારમાં પણ આશરે પા ટકાની મજબૂતી જોવા મળી રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ સાથે 206ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, સતત તેજી બાદ એરંડાની કિંમતોમાં ફરી આજે દબાણ જોવા મળ્યું, કપાસિયા ખોળમાં પણ અડધાથી વધારે ટકાનો ઘટાડો નોંધાયો, તો મસાલા પેકમાં જીરામાં અડધાથી વધારે ટકાની તેજી રહી, પણ હળદરમાં નરમાશ જોવા મળી, તો આ સાથે જ જૂન બાદથી જીરાના એક્સપોર્ટમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, અને હવે સિરીયા, તુર્કી અને ઈરાન તરફથી નવા પાકની આવક વધતા આ એક્સપોર્ટ વધુ ઘટે તેવી શક્યતા બની રહી છે.
કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ખૂબ સારો વરસાદ નોંધાયો છે. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર શરુ કર્યું છે. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ચાલુ વર્ષમાં થયેલા ખરીફ પાકના વાવેતરની આંકડાકીય માહિતી આપી હતી. ઉપરાંત હાલના આંકડા જોતા હજુ આગામી 15 દિવસમાં રેકોર્ડ બ્રેકિંગ વાવણી થવાની આશા વ્યક્ત કરી હતી. ત્યારે જિલ્લામાં કેટલા હેક્ટરમાં કયા પાકનું વાવેતર થયું છે. જિલ્લામાં 83.04 ટકા હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ 100 ટકાથી પણ વધારે થયો છે. ત્યારે કચ્છના ખેડૂતોને તેનો લાભ લઈને સારા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર કર્યું છે. જિલ્લામાં ચાલુ વર્ષે 5,લાખ 29 હજાર 294 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.