USમાં વધુ એકવાર વ્યાજ દર વધવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જ્યાં બ્રેન્ટના ભાવ 93 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુની નરમાશ રહી, સાથે જ સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
USમાં વધુ એકવાર વ્યાજ દર વધવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જ્યાં બ્રેન્ટના ભાવ 93 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુની નરમાશ રહી, સાથે જ સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 218ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ડૉલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતીના પગલે સોનાની ચમક ઘટતા COMEX પર સોનું 1914 ડૉલરની પણ નીચે પહોંચ્યું, તો સ્થાનિક બજારમાં પણ નેગેટીવ કામકાજ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ડૉલર ઇન્ડેક્સ વધીને 10 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યો સાથે જ US બોન્ડ યીલ્ડમાં પણ તેજી જોવા મળી, તો USમાં વધુ એકવાર ફેડ 25 bpsનો વ્યાજ દર વધારો કરે તેવી આશંકાએ સોનામાં દબાણ વધતું દેખાઈ રહ્યું છે.
સોનાને પગલે ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે અડધા ટકા તૂટી 23 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરફથી પણ ઓછી માગના કારણે કિંમતો તૂટતી દેખાઈ.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં LME પર નીચલા સ્તરેથી બાર્ગેઇન બાઈંગના કારણે કોપરની કિંમતોમાં રિકવરી રહી, પણ આઉટલૂક થોડું નેગેટીવ જ દેખાઈ રહ્યું છે, આ સાથે જ ચાઈનાના રિયલ એસ્ટેટ સેક્ટરમાં સંકટની આશંકાએ મેટલ્સની માગ ઘટવાનો ડર પણ બની રહ્યો છે. જોકે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં ગ્રીન ઝોનમાં કામકાજ જોવા મળ્યું હતું.
કેન્દ્ર સરકારે કઠોળના ઉત્પાદન અને ભાવને લઈ ચિંતા વધવાથી તુવેર અને અડદના પાકની સ્ટોક લિમિટમાં ઘટાડો કર્યો છે. નવા નોટિફિકેશન મુજબ જથ્થાબંધ વેપારીઓ અને મોટી ચેન હવે 200 ટનની જગ્યાએ માત્ર 50 ટન તુવેર અને અડદનો સ્ટોક રાખી શકશે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં દબાણ આવતા જીરા, ધાણા અને હળદરમાં પા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, તો ગુવાર પેકમાં પણ નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે કપાસિયા ખોળમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.