સોનામાં સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2036 ડૉલર પાસે જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝીટિવ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે us અર્થતંત્રના ડેટા પહેલા સોનામાં સુસ્તી જોવા મળી રહી છે. જ્યારે નબળા ડૉલર ઈન્ડેક્સે પણ સોનાની કિંમતોને સપોર્ટ આપ્યો છે.
ચાંદીની કિંમતોમા પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો 23 ડૉલર પર યથાવત્ જોવા મળી રહી છે.
ક્રૂડમાં રાતોરાત બે ટકા નું દબાણ બનતુ જોવા મળ્યું. જ્યાં બ્રેન્ટની કિંમતો 83 ડૉલર પાસે કારોબાર કરતુ જોવા મળ્યું. તો nymex ક્રૂડમાં પણ ઈન્વેન્ટરી વધતા દબામ બનતુ જોવા મળ્યું. સ્થાનિક બજારમાં પણ વેચવાલી સાથેનો કારોબાર.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાના ઘટાડા સાથે 155ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, એરંડામાં પા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, તો મસાલા પેકમાં હળદરમાં એક ટકા જેટલી નરમાશ, ધાણામાં પણ દબાણ રહ્યું, જ્યારે જીરામાં અડધા ટકાથી વધુની પોઝિટીવિટી દેખાઈ રહી છે. પણ ગુવાર પેકમાં 1 ટકાના ઘટાડા સાથેનો કારોબાર રહ્યો. આ સાથે જ સ્થાનિક બજારમાં રૂના ભાવમાં તેજી યથાવત્ રહી, તો ચાલુ સીઝનમાં વૈશ્વિક ખાદ્યતેલોની સપ્લાયમાં 6.2 લાખ ટનની ખાધ રહેવાનો અંદાજ બની રહ્યો છે.