કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, ક્રૂડમાં ઉપલા સ્તરેથી મામુલી દબાણ | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, ક્રૂડમાં ઉપલા સ્તરેથી મામુલી દબાણ

સોના-ચાંદીની કિંમતોમાં વોલેટાલિટી, COMEX પર સોનું 1929 ડૉલરના સ્તરની પાસે રહ્યું, ચાંદી પણ 23 ડૉલરની ઉપર, US ફેડ વ્યાજ દરમાં વધારો નહીં કરે તેવી આશંકાએ કિંમતોને મળ્યો સપોર્ટ.

અપડેટેડ 12:06:38 PM Sep 20, 2023 પર
Story continues below Advertisement
10 મહિનાના ઉપલા સ્તરેથી ક્રૂડની કિંમતો ઘટી, તેમ છતા બ્રેન્ટમાં 93 ડૉલરની ઉપર કારોબાર, USનું ઓઈલ આઉટપુટ ઘટવાની આશંકાએ કિંમતો ઘટી, પણ સપ્લાય ચિંતાના કારણે સપોર્ટ મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જ્યાં બ્રેન્ટમાં 94 ડૉલરની નીચે કારોબાર રહ્યો, તો nymex ક્રૂડમાં 91 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. USમાં ઇન્વેન્ટરી ઘટી હોવા છતા ક્રૂડમાં દબાણ બની રહ્યું છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 3 ટકાના ઘટાડા સાથે 229ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવતા સોનાની કિંમતોમાં દબાણ રહ્યું, પણ સેન્ટ્રલ બેન્ક અને US ફેડની બેઠકના નિર્ણય પહેલા થોડી ઘણી પોઝિટીવ મૂવમેન્ટ પણ જોવા મળી રહી છે. આમ COMEX પર ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ સાથે 1930 ડૉલરના સ્તરની પાસે સોનામાં કારોબાર થઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં 59,204ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.


ચાંદીમાં પણ દબાણ જોવા મળતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે અડધા ટકા તૂટીને 23 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાની નરમાશ જોવા મળી રહી છે.

ચાઈનાના ઇન્ડસ્ટ્રીય પ્રોડક્શનના આંકડા સુધર્યા હોવા છતા બેઝ મેટલ્સને સપોર્ટ નથી મળી રહ્યો, અહીં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ જોવા મળી, તો સિઝનલ ડિમાન્ડ પિરીયડમાં કોપરની ઇન્વેન્ટરી વધતા કોપરમાં દબાણ જોવા મળી રહ્યું છે.

કોપરમાં કારોબાર

ફેડની બેઠકના નિર્ણય પહેલા કિંમતો ઘટી. વ્યાજ દર લાંબા સમય સુધી વધારે રહે તેવા અનુમાન છે. ચાઈનાનું કન્સ્ટ્રક્શન સેક્ટરનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. યુરોપ અને USના નબળા મેન્યુફેક્ચરિંગના આંકડાઓથી દબાણ બન્યું. સિઝનલ ડિમાન્ડ પિરીયડમાં કોપરની ઇન્વેન્ટરી વધી. ઓગસ્ટમાં ચાઈનાનું રિફાઈન્ડ કોપર ઉત્પાદન રેકોર્ડ સ્તરે રહ્યું. LME પર કોપરની ઇન્વેન્ટરીમાં વધારો છે. શંધાઈ પર સ્ટોક 43,000 ટન પર રહ્યો. બજારની નજર સેન્ટ્રલ બેન્કની બેઠક પર છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં આજે ચારેબાજુએથી નરમાશ રહી, ગુવાર પેક તરફથી પણ મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં ગુવારગમમાં પોઝિટીવિટી છે, પણ ગુવારસીડમાં શરૂઆતી કારોબારમાં આશરે 2 ટકાનું દબાણ બન્યું હતું. જો કે કપાસિયા ખોળમાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થઈ રહ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 20, 2023 12:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.