સોના-ચાંદીની કિંમતોમાં વોલેટાલિટી, COMEX પર સોનું 2000 ડૉલરના સ્તરની પાસે યથાવત્
ડૉલરમાં નરમાશ અને ડીમાન્ડ સરપ્લસના કારણે ક્રૂડની કિંમતોમાં ફરી એકવાર નીચલા સ્તરેથી ઉછાળો નોંધાયો, જ્યાં બ્રેન્ટના ભાવ 85 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં એક ટકાથી વધુની મજબૂતી જોવા મળી રહી છે. સાથે જ સ્થાનિક બજારમાં પણ પા ટકાથી વધુની તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો સાથે 290ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં નીચલા સ્તરેથી સુધારો આવ્યો, પણ COMEX પર ભાવ 2000 ડૉલરના સ્તરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 60,863ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. વાસ્તવમાં US બોન્ડ યીલ્ડમાં ઘટાડાની પોઝિટીવ અસર સોના પર દેખાઈ રહી છે. આ સાથે જ 2024માં ગ્લોબલ સેન્ટ્રલ બેન્ક પૉલિસી વલણ નબળું પાડે તેવી આશંકાએ પણ સોનાને સપોર્ટ મળી રહ્યો છે.
સોના સાથે ચાંદીમાં પણ નીચલા સ્તરેથી કિંમતોમાં રિકવરી જોવામળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ લગભગ પા ટકા જેટલી મજબૂતી જોવા મળી રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણની પોઝિટીવ અસર બેઝ મેટલ્સ પર પણ જોવા મળી, જ્યાં LME પર નવેમ્બર મહિનાની શરૂઆત કૉપર માટે મજબૂતી સાથેની રહી, તો સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં મોટાભાગની મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં જીરામાં સૌથી વધારે નરમાશ આજે પણ યથાવત્ છે, તો હળદર અને જીરામાં પણ દબાણ છે, પણ ગુવાર પેકમાં આજે નીચલા સ્તરેથી સુધારો રહ્યો, જ્યારે કપાસિયા ખોળમાં નરમાશનો ટ્રેન્ડ આજે પણ દેખાઈ રહ્યો છે.