સોના-ચાંદી રિકવરી મોડમાં. સોનાની comex પર 2033 ડૉલર પાસે કિંમતો. તો ચાંદીનો 22 ડૉલર પાસે કારોબાર યથાવત્.
સોનામાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં COMEX પર સોનાની કિંમતો 2033 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સ અને US રેટ કટ મેના બદલે જૂનમાં થવાની આશાએ સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો. તો હવે બજારની નજર USના આવનાર ઈન્ફેલસન ડેટા પર રહેશે.
ચાંદીમાં પણ ફ્લેટ ટુ પોઝીટીવ કારોબાર જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં 22 ડૉલર પાસે કારોબાર યથાવત્ જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો.
બેઝ મેટલ્સમાં નીચેના સ્તરેથી રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં LME પર તમામ મેટલ્સમાં લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સથી કોપરની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. ત્યારે બજારની નજર હવે આ સપ્તાહે આવનાર ચાઈનાના PMI ડેટા પર રહેશે.
ક્રૂડ ઓઈલના કારોબાર પર નજર કરીએ તો ક્રૂડ ઓઈલમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું. જ્યાં બ્રેન્ટની કિંમતો 81 ડૉલર પાસે જોવા મળી. તો NYMEXમાં પણ ફ્લેટ ટુ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવને લઈ ક્રૂડની કિંમતો પર અસર જોવા મળી રહી છે.
નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં અડધા ટકાની નરમાશ સાથે કિંમતો 145 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે. જ્યાં હળદર અને જીરામાં તેજી સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. તો જીરાની વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. ગુવાર પેકમાં રિકવરી સાથેનો કોરોબાર જોવા મળી રહ્યો છે. કપાસિયા ખોળમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ત્યારે એરંડામાં ફ્લેટ કારોબાર નોંધાયો.