US CPI અનુમાનથી વધુ આવતા સોનામાં વેચવાલી આવતી જોવા મળી રહી છે. જ્યાં COMEX પર રાતોરાત સોનાની કિંમતો 2000 ડૉલર નીચે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડૉલર ઈન્ડેક્સમાં ઉછાળો આવતા સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે.