સોનાના પગલે ચાંદી પણ દબાણ બનતું જોવા મળ્યું. વૈશ્વિક બજારમાં ચાંદી 24 ડૉલર પર યથાવત્ જોવા મળી તો સ્થાનિક બજારમા કિંમતોમાં વેચવાલી જોવા મળી.
ક્રૂડ ઓઇલમાં રાતોરાત 4% જેટલો મોટો ઘટાડો નોંધાયો. ક્રૂડ 6 મહિનાના નિચલા સ્તરોની આસપાસ કારોબાર કરી રહ્યું છે. ઇન્વેન્ટરીમાં વધારો, ઓપેક દ્વારા પ્રોડક્શન કટ પર આશંકાઓ તેમજ માગની ચિંતાએ ક્રૂડમાં ઘટાડો નોંધાયો છે અને કાલના મોટા ઘટાડા બાદ આજે ક્રૂડમાં થોડા શોર્ટ કવરિંગની કોશિષ લાગી રહી છે.
તો નેચરલ ગેસની કિંમતો 13 સપ્તાહના નીચલા સ્તર પર પહોંચતી જોવા મળી... તો પા ટકાની નરમાશ સાથે કિંમતો 214 આસપાસ પહોંતી જોવા મળી.
સોનાની ચમક ઘટતી જોવા મળી. વૈશ્વિક બજારમાં કિંમતો પા ટકાની નરમાશ સાથે કિંમતો 2040 ડૉલર પાર જોવા મળી. તો સ્થાનિક બજારમાં 62374 સવા ટકાની નરમાશ સાથે. USનાં અગત્યના ઇકોનોમી ડેટા પહેલા કોમેક્સ પર સોનામાં આજે પણ નરમાશ દેખાઇ રહી છે. બજારની નજર આજે આવનારા યુએસ અનએમ્લોયમેન્ટ ડેટા પર બનેલી છે અને કાલે નોન ફાર્મ પે રોલ અને અનએમ્લોયમેન્ટ રેટ પણ આવશે.
સોનાના પગલે ચાંદી પણ દબાણ બનતું જોવા મળ્યું. વૈશ્વિક બજારમાં ચાંદી 24 ડૉલર પર યથાવત્ જોવા મળી તો સ્થાનિક બજારમા કિંમતોમાં વેચવાલી જોવા મળી.
બેઝ મેટલ્સની વાત કરીએતો, USથી નબળા જોબ ડેટા આવવાના અનુમાનથી LME પર કોપરમાં મજબૂતી જોવા મળી હતી. તો સ્થાનિક બજારમાં પણ કોપર અને એલ્યુમિનિયમમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો ઝિંક અને લેડમાં વેચવાલી સાથે કારોબાર જોવા મળ્યો.
મસાલા પેકમાં ફરી ઉપરના સ્તરેથી નરમાશ આવતી જોવા મળી હતી. જ્યાં જીરામાં લગભગ સવા ત્રણ ટકાની વેચવાલી જોવા મળી છે. તો હળદર અને ધાણામાં વેચવાલી જોવા મળી રહી છે. ગુવાર પેકમાં અડધા ટકાની નરમાશ આવતી જોવા મળી. જ્યાં ગુવાર સીડમાં અડધા ટકાની તો ગુવાર ગમમાં પા ટકાની તેજી સાથે કારોબાર જોવા મળ્યો.