સોના-ચાંદીમાં તેજી યથાવત્, COMEX પર સોનું 1877 ડૉલરની ઉપર પહોંચ્યું, ચાંદીમાં પણ 22 ડૉલરની પાસે નોંધાયો કારોબાર, નબળા ડૉલર અને ભૌગોલિક તણાવના કારણે સેફ હેવન બાઈંગ વધતા કિંમતોને મળ્યો સપોર્ટ
સપ્લાઈની ચિંતા ઓછી થયા બાદ ક્રૂડમાં નરમાશ, ભાવ 2%થી વધારે તૂટી 86 ડૉલરની નીચે આવ્યા
સાઉદી અરેબીયાએ ઓઈલ માર્કેટને સ્થિર કરવા મદદ કરવાની ખાતરી આપી હોવાથી હવે સપ્લાય ચિંતા ઓછી થઈ દેખાઈ, જેના કારણે ક્રૂડમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, અને બ્રેન્ટના ભાવ 86 ડૉલરની નીચે આવતા દેખાયા, સાથે જ NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાના ઘટાડા સાથે 84 ડૉલરની નીચે કારોબાર રહ્યો, તો સ્થાનિક બજારમાં લગભગ 1 ટકા જેટલી નરમાશ બનતી દેખાઈ રહી છે.
રાતોરાત કિંમતો 2% ઘટતી દેખાઈ. સાઉદી અરેબિયાએ બજારને સ્થિર કરવામાં મદદ કરવાનું વચન આપ્યું. હમાસના આક્રમણમાં ઇરાને સામેલ હોવાનો ઇનકાર કર્યો. APIના રિપોર્ટ મુજબ US ઇન્વેન્ટરી 12.9 મિલિયન bblથી વધી.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં આશરે 1 ટકા જેટલી મજબૂતી સાથે 280ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
US યીલ્ડમાં ઘટાડાના કારણે માંગ વધતા સોનાને સપોર્ટ મળ્યો, જ્યાં COMEX પર ભાવ 1877 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58046ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ડૉલર ઇન્ડેક્સમાં નરમાશની પણ પોઝીટીવ અસર બનતી દેખાઈ રહી છે.
સોના સાથે ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં 22 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં લગભગ પા ટકાથી વધુની તેજી સાથે 69,700ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ મેટલ્સમાં નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો, જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર અને એલ્યુમિનિયમમાં સૌથી સારી ખરીદદારી જોવા મળી હતી.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર, જીરા અને હળદરમાં ખરીદદારી, પણ હળદરમાં બન્યું દબાણ, તો ગઈકાલના ઉપલા સ્તરેથી ગુવાર પેકમાં જોવા મળ્યું દબાણ, જ્યારે કપાસિયા ખોળમાં અડધા ટકાથી વધુની તેજી દેખાઈ રહી છે.