સોનાના કારોબારની વાત કરીએ તો, નબળા ડૉલર ઈન્ડેક્સના કારણે સોનામાં તેજી આવતી જોવા મળી રહી છે. જ્યાં કોમેક્સ પર સોનું મામૂલી તેજી સાથે 2050 ડૉલર પાર કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવને લઈ સોનામાં સેફ હેવન બાઈન વધતી જોવા મળી રહી છે.
સોના પગલે ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર 24 ડૉલર ઉપર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પા ટકાની તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સમાં ખરીદીની માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં LME અને સ્થાનિક બંને બજારમાં તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં કોપર 19 સપ્તાહની ઉપરની સપાટી પર કારોબાર જોવા મળી રહ્યો છે. તો એલ્યુમિનિયમાં 2 સપ્તાહની ઉપરની સપાટી પર કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સના કારણે બેઝ મેટલ્સને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલના કારોબારની વાત કરીએ તો, ગઈકાલે વૈશ્વિક બજારમાં લગભગ 2 ટકાની તેજી આવતી જોવા મળી હતી. જે બાદ આજે શરૂઆતી કારોબારમાં પ્રોફીટ બુકિંગનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 79 ડૉલરને પાર જોવા મળી રહી છે. તો NYMEXમાં 73 ડૉલરને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં મામૂલી દબાણ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલીક તણાવને કારણે ક્રૂડમાં તેજી આવી હતી. જે બાદ રશિયાના 50,000 bpd વધારાના એક્સપોર્ટની કટની જાહેરાત બાદ પ્રોફેટ બુકિંગનો કારોબાર જોવા મળ્યો.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકા ઉપરની તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં કિંમતો 202ને પાર જતી જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટીમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં મસાલા પેકમાં તમામ મલાસામાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં જીરામાં મામૂલી તેજી તો ધાણા અને હળગરમાં જાન્યુઆરી કોન્ટ્રાકમાં એક ટકા આસપાસની તેજી જોવા મળી રહી છે. ગુવાર પેકમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.