ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર, બ્રેન્ટના ભાવ 85 ડૉલરની નીચે, NYMEX ક્રૂડમાં અડધા ટકાનો ઘટાડો, પણ વ્યાજ દરમાં વધારો અને સપ્લાય ચિંતાના કારણે કિંમતોને મળી રહ્યો છે નિચલા સ્તરેથી સપોર્ટ.
નબળી સેફ હેવન માગ અને ડૉલર ઇન્ડેક્સમાં રિકવરીના કારણે સોના-ચાંદીની ચમક ઘટી, COMEX પર સોનું 1954 ડૉલરના સ્તરની પણ નીચે, ચાંદીમાં 24 ડૉલરની પાસે કારોબાર.
સેફ હેવન માગ ઓછી થતા સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવ્યું, જ્યાં COMEX પર સોનું 1954 ડૉલરના સ્તરની નીચે આવ્યું, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો સાથે 59,254ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે 5 સપ્તાહમાં સોનાનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે.
ચાંદીમાં પણ દબાણ રહેતા વૈશ્વિક બજારમાં આશરે અડધા ટકાથી વધુના દબાણ સાથે 25 ડૉલરની ઘણી નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો સાથે 73,862ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.
US અર્થતંત્રના આંકડાઓ પહેલા બેઝ મેટલ્સમાં મજબૂતી જોવા મળી રહી છે, અહીં LME સાથે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં નીચલા સ્તરેથી સુધારો જોવા મળી રહ્યો છે.
સતત 5માં સપ્તાહે ક્રૂડ ઓઈલમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટમાં 84 ડૉલરની ઉપર કિંમતો રહી, પણ NYMEX ક્રૂડમાં અડધા ટકાથી વધુના દબાણ સાથે 81 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે જુલાઈમાં ચાઈનાની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી નબળી પડતા કિંમતો પર દબાણ બન્યું, પણ બીજી તરફ વ્યાજ દરમાં વધારો અને સપ્લાય ચિંતાના કારણે કિંમતોને સપોર્ટ પણ મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1 ટકાની મજબૂતી સાથે 218ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યા, USમાં પણ નેચરલ ગેસનો સ્ટોક 16 bcfથી વધ્યો. આ સાથે જ 5 વર્ષના સરેરાશ કરતા US નેચરલ ગેસની ઇન્વેન્ટરી 13.1% વધુ હોવાથી પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
વાવણીને લાગતી અપડેટ પર નજર કરીએ તો, પહેલા દુષ્કાળની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, જેના કારણે ખેડૂતોએ અનાજની વાવણી મોડેથી શરૂ કરી, પણ હવે વાવણીમાં ઝડપ દેખાઈ રહી છે, અને ગત વર્ષની સામે અનાજની વાવણી 2% વધારે થઈ છે, ખેડૂતોએ 23.75 મિલિયન હેક્ટરમાં અનાજની વાવણી કરી છે, જેમાં દાળની વાવણી ગત વર્ષની સરખામણીએ 12% ઓછી થઈ..હજૂ પણ ઘણા રાજ્ય જેવા કે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે.
એરંડામાં અડધા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, તો ગુવાર પેકમાં પણ નરમાશ વધતી દેખાઈ, જ્યારે મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં જીરા અને ધાણામાં દબાણ છે, પણ હળદરમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે કપાસિયા ખોળમાં આ સપ્તાહની શરૂઆત પણ નરમા સાથે થઈ, તો મગફળીમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, પણ ઈસબગુલમાં સારી મજબૂતી યથાવત્ રહેતી જોવા મળી રહી છે.