કમોડિટી લાઇવ: ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર યથાવત્, નબળા ડૉલરથી સોના-ચાંદીને સપોર્ટ | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર યથાવત્, નબળા ડૉલરથી સોના-ચાંદીને સપોર્ટ

સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં ઝિંક સિવાય તમામ મેટલ્સમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર રહ્યો, વાસ્તવમાં ઇન્ટરનેશનલ લેડ અને ઝિંક સ્ટડી ગ્રુપ દ્વારા 2024માં ગ્લોબલ ઝિંક માર્કેટ 367,000-tnનું સરપ્લસ બતાવી શકે તેવો અંદાજ કરવામાં આવ્યો છે

અપડેટેડ 02:49:52 PM Oct 11, 2023 પર
Story continues below Advertisement
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકા જેટલી મજબૂતી આવતા ભાવ 285ના સ્તરની ઉપર પહોંચતા દેખાયા.

સપ્લાયની ચિંતા વધતા ક્રૂડ ઓઈલમાં મજબૂતી યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં બ્રેન્ટના ભાવ 87 ડૉલરની ઉપર રહ્યા, nymex ક્રૂડમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ રહ્યું, તો સ્થાનિક બજારમાં પા ટકાથી વધુની મજબૂતી જોવા મળી રહી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકા જેટલી મજબૂતી આવતા ભાવ 285ના સ્તરની ઉપર પહોંચતા દેખાયા.

ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં નરમાશના કારણે સોનાની કિંમતો પર અસર જોવા મળી, જ્યાં comex પર સોનું 1859 ડૉલરના સ્તરન પાસે રહ્યું, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબાર પોઝિટીવ ઝોનમાં થતો દેખાયો, આ સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ગ્લોબલ ગોલ્ડ ETFમાંથી સપ્ટેમ્બર મહિનામાં લગભગ 3 બિલિયન ડૉલરનો આઉટ ફ્લો જોવા મળ્યો છે.


સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં ઝિંક સિવાય તમામ મેટલ્સમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર રહ્યો, વાસ્તવમાં ઇન્ટરનેશનલ લેડ અને ઝિંક સ્ટડી ગ્રુપ દ્વારા 2024માં ગ્લોબલ ઝિંક માર્કેટ 367,000-tnનું સરપ્લસ બતાવી શકે તેવો અંદાજ કરવામાં આવ્યો છે, મુખ્યત્વે ચાઈના તરફથી આઉટપુટ વધતા 2023ની સામે આવતા વર્ષે ઝિંકનું સરપ્લસ વધવાનો અંદાજ છે. જેને કારણે ઝીંકની કિંમતોમાં નરમાશ રહી, પણ ડૉલરમાં દબાણથી બાકીની મેટલ્સમાં સુધારો જોવા મળી રહ્યો છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેક તરફથી દબાણના સંકેતો છે, જ્યાં જીરામાં આજે સૌથી વધારે નરમાશ રહી, તો ગુવાર પેકમાં ગઈકાલની તેજી આજે પણ યથાવત્ રહેતા NCDEX પર ભાવ આશરે પા ટકાથી વધારે વધ્યા, તો કપાસિયા ખોળમાં લગભગ 1 ટકા જેટલી મજબૂતી બની રહી છે..જ્યારે એરંડામાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર નોંધાઈ રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 11, 2023 2:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.