સરકારે ઓક્ટોબર 2023 માટે સ્થાનિક શુગર વેચાણના ક્વોટાનો બીજો તબક્કો 1.5 મિલિયન ટન કર્યો નક્કી.
ક્રૂડ ઓઈલમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો હતો, જોકે ત્યાર બાદ ઉપલા સ્તરેથી નફાવસુલીનું દબાણ આવતા બ્રેન્ટનો ભાવ 88 ડૉલરની નીચે આવ્યો, તો nymex ક્રૂડમાં પા ટકાથી વધુની નરમાશ જોવા મળી, જ્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ દેખાઈ રહ્યો છે.
ગઈકાલે કિંમતો 4%થી વધારે વધતી દેખાઈ. બ્રેન્ટનો ભાવ 88 ડૉલરની ઉપર પહોંચ્યા. WTI ક્રૂડમાં 86 ડૉલરની ઉપર કામકાજ જોવા મળ્યું. ઇઝરાયેલ-હમાસ યુદ્ધથી કિંમતોમાં તેજી યથાવત છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની નરમાશ આવતા ભાવ 278ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.
ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનામાં સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા comex પર ભાવ 1860 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 57,717ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા કિંમતોમાં તેજી આવી. ઇઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે કિંમતોમાં રિકવરી થઈ. આ સપ્તાહે કિંમતોમાં 2%નો ઉછાળો નોંધાયો.
સોનાને પગલે ચાંદીમાં પણ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં 21 ડૉલરની ઉપર કારોબાર યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 68,890ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો રહ્યા, જ્યાં ચાઈના તરફથી માગ સુધરવાની આશાએ કોપરને સપોર્ટ મળ્યો, પણ સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ જોવા મળી રહ્યું છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ક્રૂડ ઓઈલમાં રિકવરી આવતા ગઈકાલની નરમાશ બાદ ગુવાર પેકમાં ફરી તેજી જોવા મળી, જ્યાં ncdex પર આશરે 1 ટકાથી વધુની મજબૂતી રહી, તો મસાલા પેકમાં જીરા અને ધાણામાં પોઝિટીવ કામકાજ રહ્યું, પણ હળદરમાં દબાણ દેખાઈ રહ્યું છે. જોકે કપાસિયા ખોળમાં આશરે અડધા ટકા જેટલી મજબૂતી દેખાઈ રહી છે.
શુગરમાં કારોબાર
ઈન્ટરનેશનલ બજારમાં કિંમતોમાં તેજી જોવા મળી.12 વર્ષની ઉંચાઈ પર પહોંચી કિંમતો. $27/lbsને પાર પહોંચ્યા ભાવ. 19 સપ્ટેમ્બર 2023ના $27.50/lbs સુધી કિંમતો પહોંચી હતી.
શુગરમાં તેજીના કારણો
બાજારમાં સપ્લાય ઘટવાથી આશંકા છે. એેથેનૉલની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. બ્લેંડિંગ માટે એથેનૉલનું ડાયવર્ઝન વધ્યું. ભારતમાં ઓછા વરસાદના કરાણે ઉત્પાદન ઘટવાની આશંકા છે. ભારતનું એક્સપોર્ટ બેન્ડ યથાવત્ રહેવાની આશંકા છે.
ફીક્કો પડ્યો હળદરનો રંગ
2 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી કિંમતો. NCDEX પર સતત ત્રીજા મહિને કિંમતો પર દબાણ જોવા મળ્યુ. 13700 રૂપિયાની નીચે પહોંચ્યો ઓક્ટોબર વાયદો. સપ્ટેમ્બરમાં 13000 રૂપિયાની પણ નીચે કિંમતો પહોંચી હતી. ઓક્ટોબરમાં હાલ સુધી 3%નો ઘટાડો આવ્યો. 3 મહિનામાં લગભગ 12% કિંમતો ઘટી છે. ઓગસ્ટમાં 16700 રૂપિયાના ભાવ ઉપર પહોંચ્યા હતા.