ક્રૂડ ઓઈલમાં શરૂઆતી કારોબારમાં ગઈકાલની વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં બ્રેન્ટના ભાવ ફ્લેટ ટુ નગેટીવ કારોબાર સાથે 78 ડૉલર પર યથાવત્ જોવા મળી રહ્યા છે. તો NYMEXમાં નીચેના સ્તરે થી રીકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. Q1 2024માં OPEC+ના સ્વૈચ્છિક આઉટપુટ કાપ ઓછો થવાના અંદાજથી કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
ત્યારે નેચરલ ગેસમાં પણ રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં કિંમતો પોણા ટકાની તેજી સાથે 225 પર પહોંચતી જોવા મળી.
સોનામાં શરૂઆતી કારોબારમાં ગઈકાલની તેજી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં COMEX પર સોનાની કિંમતા 2050 ડૉલરને પાર જોવા મળી તો સ્થાનિક બજારમા પણ પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે યુ.એસ.ના નબળા આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વ દ્વારા ઓછા હોકીશ સંકેતોને કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો હતો. જેને કારણે 2024માં સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજ વધારાને સંભાવનામાં વધારો થયો હતો.
ત્યારે ચાંદીમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું જ્યાં COMEX પર ફ્લેટ ટુ પોઝીટીવ કારોબાર સાથે કિંમતો 24 ડૉલર ને પાર જોવા મળી તો. સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો.
બેઝ મેટલ્ટની વાત કરીએ તો, મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. તો કોપરની 4 મહિના તેજી પર રોક લાગતી જોવા મળી પણ મામૂલી તેજી યથાવત્ જોવા મળી રહી છે. આ સાથે એલ્યુમિનિયમમાં પણ તેજી સાથેનો કોરાબાર જોવા મળી રહી છે. જ્યારે ઝિંક અને લેડમાં દબાણ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઝિંકમાં એક મહિનાની નીચે કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, ગુવાર પેકથી શરૂઆત કરીએ તો ગુવાર ગમમાં પોણા ટકાની તો ગુવાર સીડમાં અડધા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો મલાસા પેકમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં હળદરમાં નીચેના સ્તરેથી રિકવરી આવતા પા ટકાની તેજી જોવા મળી તો ધાણા અને જીરામાં દબાણ યથાવત્ જોવા મળી રહ્યો છે.