તો સોનાની ચમક આજે વધી. ડૉલરમાં નરમાશના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. નજર કરીએ કિમત પર તો કોમેક્સ પર ભાવ 2040 પ્રતિ ઔંસના સ્તર પર છે તો સ્થાનિક બજારમાં પણ 62300ની નજીક કિંમતો જોવા મળી. ઉલ્લેખનિય છે કે યૂએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની બજારની અપેક્ષાના કારણે પણ સોનાની કિંમતને સપોર્ટ મળ્યો છે.
ત્યારે ચાંદીમાં ઉપના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહી છે. જ્યાં કોમેક્સ પર પા ટકાના દબાણ સાથે કિંમતો 24 ડૉલર આસપાસ પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે.
ક્રૂડ ઓઇલમાં દબાણ વધતુ દેખાયુ. લગભગ 5 મહિનાના નિચલા સ્તરોની આસપાસ પહોચી કિંમતો. 78 ડોલરની નીચે બ્રેન્ટની કિંમતો પહોચી તો WTI ક્રૂડ 73 ડોલરની નીચે. ડોલર ઇન્ડેકસ બે સપ્તાહના ઉપલા સ્તરોની આસપાસ સાથે જ યુએસ ઇન્વેન્ટરીમાં વધારાની અસર કિંમતો પર દેખાઇ રહી છે. વધુ એક નોંધનીય બાબત એ પણ છે કે સાઉદી અરબે એશિયા માટે જાન્યુઆરી માટે ક્રૂડની કિંમતોમાં ઘટાડો કર્યો છે.
સ્થાનિક બજારમાં કિંમતો અડધા ટકાની દબાણ સાથે 226 આસપાસ પહોંચતી જોવા મળી છે.
બેઝ મેટલ્સનમાં મિશ્ર સંકેતો મળતા જોવા મળી રહ્યા છે. જ્યાં કોપર અને ઝિંકમાં સપ્લાઈની ચિંતાને લઈ તેજીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે લેડમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. આ સાથે એલ્યુમિનિયમમાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે.
ત્યારે એગ્રી કૉમોડિટીમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં ધાણા અને જીરામાં નીચેલા સ્તરેથી રીકવરી આવતી જોવા મળી રહી છે તો હળદરમાં તેજી યથાવત્ છે. ગુવાર પેકમાં પણ લગભગ એક ટકાની તેજી જોવા મળી. જ્યાં ગુવાર ગમમાં સાવ ટકા તો ગુવાર સીડમાં એક ટકા ની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.