કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં નબળા સાથે કારોબાર
ગત સપ્તાહે નેચરલ ગેસમાં આવેલી તેજી આ સપ્તાહે પણ આગળ વધતી દેખાઈ, અહીં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાની તેજી સાથે 238ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો.
ગત સપ્તાહની સારી તેજી બાદ આજે સોનાની કિંમતો પર દબાણ બન્યું, જ્યાં કોમેક્સ પર સોનું 2033 ડૉલરની પાસે પહોંચ્યું, તો સ્થાનિક બજારમાં પણ કિંમતો નાની રેન્જમાં રહેતી દેખાઈ, વાસ્તવમાં USના નોન ફાર્મ પેરોલના આંકડા અનુમાન કરતા મજબૂત રહેતા ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી આવી, સાથે જ બજારને હવે ફેડ વ્યાજ દરમાં ઘટાડામાં વિલંબ કરે તેવી આશંકાએ વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો ઘટી. બજારની નજર હવે ગુરૂવારે આવનાર યૂએસનાં સીપીઆઈનાં આંકડાઓ પર બનેલી છે.
સોના સાથે ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં આશરે અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સાઉદીએ એશિયા માટે એક્સપોર્ટની કિંમતો ઘટાડતા એશિયન બજારમાં ઓઈલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો, જોકે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે સપ્લાયની ચિંતાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. આ સાથે જ અનુમાન કરતા મજબૂત યૂએસ નોન ફાર્મ પેરોલનાં આંકડાઓની અસર પણ ક્રૂડ પર દેખાઈ રહી છે. તેમ છતા આજે બ્રેન્ટના ભાવ 76 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં પણ આશરે એક ટકા જેટલી નરમાશ જોવા મળી હી છે.
ગત સપ્તાહે નેચરલ ગેસમાં આવેલી તેજી આ સપ્તાહે પણ આગળ વધતી દેખાઈ, અહીં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાની તેજી સાથે 238ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો યથાવત્ રહ્યાં, જ્યાં ચાઈના તરફથી નબળી માગની આશંકા અને ડૉલર ઇન્ડેક્સમાં રિકવરીની અસર રહેતા LME પર કોપરમાં નરમાશ રહી, સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું, બજારની નજર આ સપ્તાહે જાહેર થનાર ચાઈનાના સીપીઆઈ અને પીપીાઈનાં આંકડાઓ પર બનેલી છે.
મસાલા પેકમાં વેચવાલી જોવા મળી. જ્યાં ધાણામાં ફ્લેટ કારોબાર જોવા મળી રહી છે. તો હળદરમાં ત્રણ ટકાની નરમાશ જોવા મળી રહી છે. તો જીરામાં લોઅર સર્કિટ લાગતી જોવા મળી રહી છે. તો જીરાના મિની કોન્ટ્રાકમાં સારુ એક્શન જોવા મળી રહ્યું છે. ગુવાર પેકમાં બે ટકા જેવી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ગુવાર ગમમાં સવા ટકા તો ગુવાર સીડમાં એક ટકાની તેજી સથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો આ સાથે કપાસિયા ખોળની વાત કરીએ તો કપાસિયા ખોળમાં એક ટકાની વેચવાલી સાથેનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો એરંડામાં દોઢ ટકાનું દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.