સોનાની વાત કરીએ તો. સોનામાં સુસ્તી સાથેનો માહોલ જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2048 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. તો એમસીએક્સ ખુલ્યા બાદ સોનામાં મામૂલી તેજી સાથે કારોબાર જોવા મળ્યો.
સોનાની વાત કરીએ તો. સોનામાં સુસ્તી સાથેનો માહોલ જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2048 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. તો એમસીએક્સ ખુલ્યા બાદ સોનામાં મામૂલી તેજી સાથે કારોબાર જોવા મળ્યો.
ચાંદીમાં સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર ચાંદીની કિંમતો 23 ડૉલરને પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં લગભગ પોણા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.
ક્રૂડ ઓઈલમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટની કિંમતો 82 ડૉલરને પાર જતી જોવા મળી. ભૈગોલિક તણાવને અને સપ્લાયની ચિંતાને લઈ NYMEXમાં લગભગ એક ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ એક ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં વેચવાલી આવતી જોવા મળી રહી છે. જ્યાં નેચરલ ગેસની કિંમતો દોઢ ટકાના દબાણ સાથે 148 પર પહોંચતી જોવા મળી.
તો બેઝ મેટલ્સ તરફથી પોઝીટીવ સંકેતો મળી રહ્યા છે. જ્યાં LME પર તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમા પણ તમામ મેટલ્સનો લીલા નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.
મસાલા પેકમાં ફરી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં હળદર અને ધાણામાં લગભગ એક ટકાની તેજી આવતી જોવા મળી. તો જીરામાં લોઅર સર્કિટ લાગતી જોવા મળી. ગુવાર પેક પણ સતત બે દિવસના દબાણ બાદ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.