ભારતમાં રવી પાકની વાવણી અત્યાર સુધી વર્ષ દર વર્ષ ધોરણે ઓછી થઇ રહી છે, જેમાથી મુખ્ય અનાજ જેવા કે ઘઉ, ચોખા, દાળો તમામનો વાવેતર ઘટયુ તો ઓઇલ સીડના વાવેતરમાં સામાન્ય વધારો. ગુજરાતની વાત કરીએ જીરાનો વાવેતર વિસ્તાર માતબર પ્રમાણમાં વધ્યો બાકી તમામ રવિપાકોના વાવેતર વિસ્તારમાં ઘટાડો. શુ છે આના કારણો, આગળ કેવી રહેશે તેની કિંમતો તેમજ સરકારના મોંઘવારી થામવાના પગલાની કેવી રહેશે અસર આ તમામ અંગે આપણે વાત કરીશુ.
ભારતમાં રવિ પાકની વાવણી
ભારતમાં રવિ પાકના વાવેતરમાં ઘટાડો થયો છે. હાલ સુધીમાં 55.7 મિલિયન હેક્ટરમાં વાવેતર થયું છે. રવિ પાકની વાવણી YoY ધોરણે 5 ટકા ઓછી થાય છે. ઘઉંની વાવણીમાં 6 ટકાનો ઘટાડો થયો છે. ઘઉંની વાવણી 27.4 મિલિયન હેક્ટરમાં થઈ છે. ડાંગરની વાવણી 1.2 મિલિયન હેક્ટર જે વાર્ષિક ધોરણે 10 ટકા ઓછી છે. કઠોળની વાવણી 8 ટકાના ઘટાડા સાથે 12.9 મિલિયન હેક્ટરમાં થઈ છે.
ચણાની વાવણી 8.8 મિલિયન હેક્ટર હતી, જે વાર્ષિક ધોરણે 10 ટકા ઓછી છે. મકાઈનો વાવેતર વિસ્તાર આશરે 1.5 મિલિયન હેક્ટર નોંધાયો છે. તેલીબિયાના વાવેતર વિસ્તારમાં 1 ટકાનો વધારો નોંધાયો છે. તેલીબિયાનું વાવેતર 9.9 મિલિયન હેક્ટરમાં થયું છે. સરસવના વાવેતર વિસ્તારમાં 3 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં ઘટી રવિ પાકની વાવણી
ગુજરાતમાં 1 ટકા ઘટ્યો રવિ પાકનો વાવેતર વિસ્તાર છે. રાજ્યમાં 4.07 મિલિયન હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. મુખ્ય રવિ પાક ઘઉંનું વાવેતર 7 ટકા ઘટી 1.07 હેક્ટરમાં થયું છે. ગત વર્ષ ઘઉંનું વાવેતર 1.15 મિલિયન હેક્ટરમાં થયું હતું. કઠોળનો વાવેતર વિસ્તાર વાર્ષિક ધોરણે 21.5 ટકા ઘટીને 607,038 હેક્ટર થયો છે. ચણાનું વાવેતર 564,578 હેક્ટર હતુ જે ગત વર્ષે 731,673 હેક્ટર હતું.
તેલીબિયાનો વાવેતર વિસ્તાર 264,456 હેક્ટર હતો જે અગાઉ 304,158 હેક્ટર હતો. સરસવનું વાવેતર 264,051 હેક્ટરમાં થયું હતું જે ગત વર્ષથી 12.6 ટકા ઓછું છે. જીરાનો વાવેતર વિસ્તાર 261,635 હેક્ટરથી વધીને 530,030 હેક્ટર થયો છે. ધાણાનો વાવેતર વિસ્તાર 47.3 ટકા ઘટીને 114,832 હેક્ટર નોંધાયો છે.
ઘઉંના ભાવ પર લગામ
સરકારે ઘઉં પર સ્ટૉક હૉલ્ડિંગ લિમિટ ઘટાડી રહી છે. ટ્રેડર્સ / હૉલ સેલર- 2000 ટનથી ઘટાડીને લિમિટ 1000 ટન છે. રિટેલરની લિમિટ 10 ટનથી સામે હવે 5 ટન રહ્યો છે. મોટા રિટેલ ચેન દરેક સ્ટોર પર 10ના બદલે 5 ટન લિમિટ છે. પ્રોસેસર માટે પણ સ્ટૉક લિમિટ ઘટાડવામાં આવી છે. પ્રોસેસર- વાર્ષિક ક્ષમતાના 75 ટકાના બદલે 70 ટકા લિમિટ છે.
ઓપન માર્કેટમાં 25 લાખ ટન મહત્તમ ઘઉં છે. જાન્યુઆરી-માર્ચમાં FCI દરેક સપ્તાહમાં 4 લાખ ઘઉં આપશે. યૂએસથી ઘઉંનું એક્સપોર્ટ 17 ટકા વધ્યું છે. US ઘઉંનું વેચાણ 78 ટકા ઘટીને 322,700 મિલિયન ટન થયું છે. ભારત સરકારે 3.46 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચ્યા છે.
ચોખાની કિંમતો વધી
કિંમતોની સમીક્ષા કરવા 13,164 ટન ચોખા ખુલ્લા બજારમાં વેચ્યા છે. ભૌગોલિક તણાવથી ચોખાની કિંમતો વધવાની સંભાવના છે. ચોખાના ભાવ સપ્ટેમ્બરમાં 15 વર્ષની ઉંચાઈ પર પહોંચ્યા હતા. W50 માં વિયેતનામના ચોખાના એક્સપોર્ટથી ભાવમાં USD $8/ટનનો વધારો થયો છે. 2024માં ભારત ચોખાના એક્સપોર્ટ પર પ્રતિબંધ યથવાત્ રાખવાની સંભાવના છે. નાઇજીરીયા 2024 માં ટોચના વૈશ્વિક ચોખા આયાતકાર બનવાનો અંદાજ છે. નાઇજીરીયા 2.1 મિલિયન મેટ્રિક ટન આયાત કરશે.
દેશમાં ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ
એડિબલ ઑઇલ 2023થી બજારને નિરાશ કર્યો છે. ખાદ્ય તેલના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટ્યા છે. ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ નવેમ્બર 2023માં 13 ટકા વધ્યું છે. RBDનું ઇમ્પોર્ટ નવેમ્બર 2023માં 220 ટકા વધ્યું છે. સોયાબીન ઑઇલના ઇમ્પોર્ટમાં પણ વધારો થયો છે. 2023માં પામ ઑઇલનો ભાવ 4 ટકા ઘટ્યો છે. 2023માં સોયાબીન ઑઇલનો ભાવ 11 ટકા ઘટ્યો છે. 2023માં સરસવનો ભાવ 25 ટકા ઘટ્યો છે. 2023 માં સનફ્લાવર ઑઇલનો ભાવ 33 ટકા ઘટ્યો છે.
ખાંડનો સ્વાદ થયો ફીકો
શેરડીના રસમાંથી ઇથેનૉલ બનાવવા માટે ફરીથી મંજૂરી મળી છે. બી હેવી મોલાલિસ ઇથેનૉલ બનાવવાની મંજૂરી મળી છે. સરકારે ઇથેનૉલ ઉત્પાદન પર નવા નિયમો જાહેર કર્યા છે. સરકાર શુગરના ડાયવર્ઝન પર મર્યાદા નક્કી કરી છે. ઇથેનૉલ બનાવવા માટે 17 લાખ ટન ખાંડની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકાર 1-2 મહિનામાં શેરડીના પુરવઠાની સમીક્ષા કરશે.
7 ડિસેમ્બરે શેરડીના રસમાંથી ઇથેનૉલ બનાવવા પર પ્રતિબંધ લાગ્યો હતો. ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા માટે પ્રતિબંધ કર્યો હતો. ગ્લોબલ માર્કેટમાં શુગરના ભાવ 8 મહિનાની નીચલી સપાટી પહોંચ્યા છે. બ્રાઝિલે ખાંડના ઉત્પાદનમાં વધારો કર્યો છે. બ્રાઝિલે નવેમ્બરમાં 3.7 મિલિયન ટનનું એક્સપોર્ટ કર્યુ છે. બ્રાઝિલે એક્સપોર્ટંમાં નવો માસિક રેકોર્ડ બનાવ્યો છે.