આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને ખાદ્ય તેલ અને કૉટનમાં ફોક્સ વધતું દેખાયું, જ્યાં ઓગસ્ટમાં ખાદ્ય તેલનું રેકોર્ડ આયાત થયું, ઇમ્પોર્ટ પણ 5 ટકા વધતો દેખાયો, તો 18 સપ્ટેમ્બરથી NAFED લગભગ 3.42 લાખ મેટ્રિક ટન જેટલી રાઈનું વેચાણ કરશે, જેની અસર પણ ખાદ્ય તેલની કિંમતો પર આવનાર દિવસોમાં જોવા મળશે, બીજી બીજૂ કૉટનની કિંમતો MSPની ઉપર પહોંચતી દેખાઈ, બજારમાં નવી આવક શરૂ થઈ હોવા છતા કૉટનની કિંમતોમાં મજબૂતી જોવા મળી રહી છે.
ખાદ્ય તેલની કિંમતો આવશે ઘટાડો!
NAFED રાઈનું વેચાણ શરૂ કરશે. 3.42 લાખ મેટ્રિક ટન રાઈનું વેચાણ થશે. પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ NAFED વેચાણ કરશે. 18 સપ્ટેમ્બરથી રાઈનું વેચાણ શરૂ થશે. MPMS પોર્ટલ દ્વારા રાઈ વેચવામાં આવશે.
કૉટન પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાની માગ
સ્પિનિંગ મિલોની કૉટન પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાની માગ કરી છે. હાલ દેશમાં કૉટન પર 11 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. નબળા ચોમાસાથી નવી સિઝનમાં કૉટન ઉત્પાદન ઘટવાનો ડર છે. ઉત્પાદન ખર્ચ નીચો લાવવા ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાની માગ છે. નાણાકીય વર્ષ 2023ના જૂન ત્રિમાસિકમાં રેડીમેડ ગારમેન્ટની નિકાસ વાર્ષિક ધોરણે 18 ટકા ઘટી છે. કામના અભાવે આન્ધ્રામાં સ્પિનિંગ મિલો બંધ પડી છે.
આ સપ્તાહે કૉટનનમાં કારોબાર
બજારોમાં MSPની કિંમતો ઉપર પહોંચી ગઈ છે. બજારમાં નવી આવક શરૂ થઈ ગઈ છે. નોર્થ અને સાઉથની બજારોમાં કૉટનની આવક શરૂ થઈ ગઈ છે. નવી આવક થવા છતા કૉટનની કિંમતોમાં તેજી છે.