કૉમોડિટી રિપોર્ટ: ભારત ચોખાની એન્ટ્રી, ભારત દાળ બની બ્રાન્ડ
છેલ્લા 1 વર્ષમાં ચોખાના ભાવમાં 15%નો વધારો થયો છે. ખરીફ પાક સારો હોવા છતાં ભાવમાં વધારો જોવા મળ્યો. એક્સપોર્ટ પર નિયંત્રણ બાદ કિંમતોમાં વધારો યથાવત્ રહેશે. FCI પણ OMSS દ્વારા ચોખાનું વેચાણ કરે છે.
ભારત બ્રાન્ડ હેઠળ ચણા દાળનું વેચાણ કરશે. તુવેર અને અડદની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી મળશે.
આજે આપણે ખાસ ફોકસ કરીશું એગ્રી કોમોડિટી પર આ સપ્તાહમાં ઘઉ,ચોખા, દાળ તમામ એસ્સનશિયલ કોમોડિટીને લઇ આપણે મહત્વના સમાચારો આવતા જોયા. ભારત ચોખા લોન્ચ, ઘઉ ઉપર સ્ટોક લિમિટ ઘટાડો, ચોખામાં સ્ટોક ડિકલેરેશન. દાળના સ્ટોકની ચિંતા અને સરકારના કિંમતોને કાબુમાં રાખવાના પ્રયાસો.
સરકારે ચોખાની વધતી મોંઘવારી પર કડકાઈ યથાવત્ રાખી છે. સરકારે ચોખાના તમામ વેપારીઓને ચોખાના સ્ટોકની માહિતી પોર્ટલ પર આપવા માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. ચોખાની જમાખોરી અટકાવવા માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.
ઘઉંનું વેચાણ વધ્યું
OMSS દ્વારા ઘઉંના વેચાણમાં વધારો થયો. 7 ફેબ્રુઆરીએ 4.7 લાખ ટનનું રેકોર્ડ વેચાણ. અત્યાર સુધીમાં 80 લાખ ટન ઘઉંનું વેચાણ થયું. સરકારનો 1 કરોડ ટનના વેચાણનો લક્ષ્યાંક છે. FCI જૂન 2023 થી દર અઠવાડિયે વેચાણ કરે છે. 2022-23માં 33 લાખ ટનનું વેચાણ છે. 2018-19માં 81 લાખ ટનનું વેચાણ થયું હતું. FCI સ્ટોક 2016 પછી સૌથી નીચો રહેશે. 2024-25 માર્કેટિંગ વર્ષ 1 એપ્રિલથી શરૂ થશે.
ચોખા પર કડકાઈ યથાવત્
ચોખાની મોંઘવારી પર સરકારની કડકાઈ યથાવત્ છે. જાહેરનામું બહાર પાડી સરકારે કર્યા આદેશ. હોદ્દેદારોને સ્ટોક જાહેર કરવાનો આદેશ અપાયો. 9 ફેબ્રુઆરી સુધીમાં પોર્ટલ પર માહિતી આપવી જરૂરી છે. જો આદેશનું પાલન નહીં થાય તો સરકાર કડક કાર્યવાહી કરશે.
કોના માટે કર્યા આદેશ?
વેપારી, જથ્થાબંધ વેપારી, રિટેલર, મોટા સાંકળ રિટેલર્સ અને મિલર માટે કર્યા આદેશ.
સરકારની કડકાઈના કારણો
છેલ્લા 1 વર્ષમાં ચોખાના ભાવમાં 15%નો વધારો થયો છે. ખરીફ પાક સારો હોવા છતાં ભાવમાં વધારો જોવા મળ્યો. એક્સપોર્ટ પર નિયંત્રણ બાદ કિંમતોમાં વધારો યથાવત્ રહેશે. FCI પણ OMSS દ્વારા ચોખાનું વેચાણ કરે છે.
ચોખાના ભાવ પર નિયંત્રણ
આજથી ભારત ચોખાનું વેચાણ શરૂ કરશે. ભારત ચોખા 29 પ્રતિ કિલોના ભાવે મળશે. ચોખાના ભાવમાં 15% સુધીનો વધારો જોવા મળ્યો. ભારતમાં અગાઉથી કઠોળ, લોટ, ડુંગળી, બટાકાનું વેચાણ કરશે. ભારતના ચોખા Nafed, NCCF દ્વારા વેચવામાં આવશે. તમામ કેન્દ્રીય ભંડાર સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ છે. 5 અને 10 કિલોના પેકેટમાં ઉપલબ્ધ છે. ભારતનો લોટ 25 રૂપિયા કિલો, કઠોળની કિંમત 60 રૂપિયા કિલો છે. ભારત ચોખા તમામ ઈ-કોમર્સ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
'ભારત દાળ' બની બ્રાન્ડ
દેશમાં ભારત દાળનું વેચાણ વધ્યું. 60 રૂપિયા કિલોના ભાવે ચણા દાણનું વેચાણ થાય છે. ઈ-કૉમર્સથી જોડાયા બાદ વેચાણ વધ્યું. ઓક્ટોબર 2023થી વેચાણ શરૂ થયું હતું. દાળોમાં વધતી મોંઘવારી અટકાવવા વેચાણ શરૂ થયું હતુ. ભારત દાળનું NAFED, NCCF, કેન્દ્રીય ભંડારમાં વેચાણ થાય છે. દર મહિને 45000 ટન ચણા દાળનું વેચાણ કરશે. હાલ સુધીમાં 2.28 લાખ ટન ચણા દાળનું વેચાણ થયું.
કઠોળ પર સરકારની કાર્યવાહી
ભારત બ્રાન્ડ હેઠળ ચણા દાળનું વેચાણ કરશે. તુવેર અને અડદની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી મળશે. 31 માર્ચ 2025 સુધી ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી મળશે. મસૂરની આયાત પર પણ ડ્યુટી ઘટાડી છે. તુવેર અને અડદની દાળ પર પણ સ્ટોક લિમિટ લાગુ થશે.
તુવેરને લઈ સરકાર ચિંતામાં!
સૂત્રોના મુજબ સરકારની તુવેર ખરીદીને ઠંડો પ્રતિસાદ. ઓછા ખેડૂતો સરકારને તુવેર વેચી રહ્યા છે. નાના ખેડૂતો ખાનગી વેપારીઓને વેચાણ કરી રહ્યા છે. સરકારના ભાવ બજાર કરતા 3-4 રૂપિયા કિલો ઓછા છે. મોટા ખેડૂતો તુવેરનો સંગ્રહ કરી રહ્યા છે. મોટા ખેડૂતો ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે. તુવેરના નવા પાકમાં ઘટાડો થવાની સંભાવના છે. મંડીઓમાં કિંમત MSP કરતા 40% વધારે છે. તુવેર દાળ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
ખાદ્યતેલ સસ્તું થશે?
ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતો ઘટી છે. પામ ઓઈલના ભાવમાં 10 દિવસમાં 7%થી વધુનો ઘટાડો છે. સૂર્યમુખી તેલ 10 દિવસમાં લગભગ 4% ઘટ્યું. રાયનો વેપાર 4 મહિનાની નીચી સપાટીએ છે.
હળદરની ચાલ
હળદરની વાવણીમાં 20%નો ઘટાડો થયો. વાવણી ઘટવાને કારણે ભાવમાં વધારો થવાની અપેક્ષા છે. વાવણીમાં વિલંબને કારણે ભાવને ટેકો મળ્યો. અન્ય પાકોનું વાવેતર વધવાને કારણે વાવણી ઘટી. તેલીબિયા અને કપાસ તરફ ખેડૂતોનો વળ્યા. એક્સપોર્ટ ડિમાન્ડ વધવાથી કિંમતોને મળ્યો સપોર્ટ. બજારને 20-25% ઓછા ઉત્પાદનની આશા છે. ઉત્પાદન 4.50-5 લાખ ટન રહેવાની ધારણા છે. બજારમાં 1200-1300 બોરીની સપ્લાય શરૂ છે. 2023માં કિંમતોમાં 70%થી વધુનો વધારો છે.