કોમોડિટી રિપોર્ટ: આવતા સપ્તાહના આઉટલૂક અંગે ચર્ચા | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: આવતા સપ્તાહના આઉટલૂક અંગે ચર્ચા

સોનાની કિંમતો 3 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી. ચાંદીમાં આશરે 4 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર નોંધાયો. COMEX પર સોનું 1935 ડૉલરની ઉપર યથાવત્ છે. MCX પર સોનું 59000 રૂપિયાની ઉપર પહોંચતું દેખાયું.

અપડેટેડ 11:39:56 AM Sep 01, 2023 પર
Story continues below Advertisement
કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે સોના ચાંદીની ચમકમાં વધારો થયો. સોનાની કિંમતો 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોચતી દેખાઇ.

આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર વધુ ફોકસ રહ્યું, કેમ કે US અને ચાઈના તરફથી અમુક નબળા અર્થતંત્રનાં આંકડાઓ આવતા કૉમોડિટીના સેન્ટિમેન્ટ પોઝિટીવ રીતે બદલતા દેખાયા, જ્યાં ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી ખરીદદારી જોવા મળી, તો સોના-ચાંદીમાં પણ મજબૂતીનો ટ્રેન્ડ શરૂ થતો દેખાયો, પણ બેઝ મેટલ્સના ફન્ડામેન્ટલ હજી પણ નબલા લાગી રહ્યા છે. આવામાં હવે આવતા સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીની ચાલ કેવી રહેશે? સાના-ચાંદીને ફેસ્ટિવલ સીઝનનો સપોર્ટ મળશે કે નહીં? અને મેટલ્સની મંદી ક્યાં લેવલ્સ પર અટકશે?

આ સપ્તાહે નીચલા સ્તરેથી કિંમતો વધી 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી.આ સપ્તાહે કિંમતોમાં 5%ની તેજી જોવા મળી. અને ઓગષ્ટ મહિનાની વાત કરીએ તો ક્રૂડના ભાવ આશરે 6% વધતા દેખાયા.

ક્રૂડ ઓઈલમાં રિકવરી


આ સપ્તાહે નીચલા સ્તરેથી કિંમતો વધી 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. આ સપ્તાહે કિંમતોમાં 5%ની તેજી જોવા મળી. ઓગસ્ટમાં ક્રૂડના ભાવ આશરે 6% વધતા દેખાયા. બ્રેન્ટ $87ની ઉપર પહોંચ્યું. WTIમાં 83 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો. MCX પર ક્રૂડની કિંમતો 6600 રૂપિયાની ઉપર પહોંચતી દેખાઈ. USમાં ક્રૂડનો સ્ટોક ઘટીને 10.6 મિલિયન bbl પર રહ્યો.

ક્રૂડમાં તેજીના કારણો

જેરોમ પૉવેલનું કહેવુ છે કે જરૂર પડવા પર વ્યાજ દર વધારવામાં આવશે. Goldman Sachsએ સપ્ટેમ્બરમાં દર વધવાની આશા ઓછી છે. USમાં ઇન્વેન્ટરી ઘટવાથી કિંમતોને સપોર્ટ છે. ઉત્પાદનમાં ઘટાડાથી ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા. સાઉદી અરેબિયા ઓક્ટોબરમાં ઉત્પાદનમાં 1 mbpd ઘટાડો કરી શકે. રશિયાએ વધુ ઊંડા આઉટપુટ કાપની જાહેરાત કરી. સાઉદી આ વર્ષે એશિયા માટે કિંમતો ઉચ્ચતમ સ્તરે વધારે તેવી અપેક્ષા છે. હરિકેન ઇડાલિયા મેક્સિકોમાં ઉત્પાદન વિક્ષેપ કરી શકે. ઓગસ્ટમાં સતત 9માં મહિને US રિગ કાઉન્ટ ઘટ્યા. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડાથી કિંમતોને સપોર્ટ કર્યો. US કન્ઝ્યુમર કોન્ફિડેન્સ અને લેબર માર્કેટના આંકડામાં ઘટાડો થયો. રશિયા સપ્ટેમ્બરમાં આઉટપુટમાં ઘટાડો કરી શકે.

આ સપ્તાહે સોના ચાંદીની ચમકમાં વધારો થયો. સોનાની કિંમતો 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોચતી દેખાઇ. ચાંદીમાં પણ આ સપ્તાહ ચાંદીમાં આશરે 4 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર નોંધાયો.

સોના-ચાંદીની ચમકમાં વધારો

સોનાની કિંમતો 3 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી. ચાંદીમાં આશરે 4 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર નોંધાયો. COMEX પર સોનું 1935 ડૉલરની ઉપર યથાવત્ છે. MCX પર સોનું 59000 રૂપિયાની ઉપર પહોંચતું દેખાયું.

કેમ વધી સોના-ચાંદીની ચમક?

ડૉલર અને બોન્ડ યીલ્ડમાં નરમાશથી કિંમતોને સપોર્ટ છે. આ સપ્તાહે ડૉલર ઇન્ડેક્સમાં 0.5%નો ઘટાડો નોંધાયો. આ સપ્તાહે ડૉલર ઇન્ડેક્સ 102ના સ્તરની નીચે આવતો દેખાયો. 3 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી 10 વર્ષિય બોન્ડ યીલ્ડ છે. 0.22% ઘટી અમેરિકાની 2 વર્ષિય બોન્ડ યીલ્ડ. Q2માં USના GDP આંકડા અનુમાન કરતા નબળા રહ્યા. બજારને સપ્ટેમ્બરમાં દર વધવાની આશા ઓછી છે. USમાં પ્રાઈવેટ રોજગાર 5 મહિનાના નીચલા સ્તર પર છે.

મેટલ્સની ચાલ પર ડોલર ઇન્ડેક્સ અને ચીનની સ્થિતી આ બન્ને મોટી અસર કરતા હોય છે અને આ સપ્તાહમાં આ ડોલરઇન્ડેક્સમાં ઉતાર ચઢાવની સાથે સાથે ચીનના રિયલ એસ્ટેટની ચિંતાઓની સાથે સરકાર દ્વારા સપોર્ટ મેઝર્સની આશા પણ બનતી દેખાઇ છે.. આગળ મેટલ્સ પર કયા ટ્રિગરની ઇમપેક્ટ રહેશે.

બેઝ મેટલ્સમાં કારોબાર

ચીન ખાનગી કંપની માટે સ્ટોક,બોન્ડ,લોનની ફાઇનાન્સિંગ ચેનલોને અનબ્લોક કરશે. સારી ચાઇનીઝ માંગ પર એલ્યુમિનિયમ 3-સપ્તાહના ઉપલા સ્તરે આવ્યું.

કોપરમાં દબાણ

ઓગસ્ટમાં કિંમતો આશરે 6% તૂટતી દેખાઈ. જાન્યુઆરીના ઉપલા સ્તરેથી LME પર કિંમતો 11% ઘટી છે.

ગ્લોબલી કોપરની સ્થિતિ

ગ્લોબલી કોપરની સ્થિતિમાં માઈન ઉત્પાદન 2% વધ્યું. રિફાઈન્ડ ઉત્પાદન 7% વધ્યું.

કોપર: ચાઈનામાં માગની સ્થિતિ

2022માં ગ્લોબલ માગના 55% માગ હતી. વર્ષ દર વર્ષના ધોરણે જાન્યુઆરી-જુલાઈ 2023 દરમિયાન માગ 12% ઘટી.

કોપરમાં કારોબાર

નીચલા સ્તરેથી ખરીદદારી કરવાની સારી તક છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં માગ વધી શકે. ચાઈના તરફથી રાહત પેકેજના કારણે કિંમતોને સપોર્ટ મળશે. EV અને વાયર કારોબાર તરફથી માગ વધવાની આશા છે. સીટીએ 2025 સુધી કિંમતો 15,000 ડૉલર ટન પર રહી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 01, 2023 11:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.