કોમોડિટી રિપોર્ટ: નવા વર્ષમાં સોના-ચાંદી અને મેટલ્સની ચમકમાં થઈ શકે છે વધારો
યુક્રેન-ગાઝાથી લઈને દક્ષિણ સુદાન સુધી, વિશ્વના અનેક ભાગોમાં યુદ્ધના સમાચારો જોયા. પરિણામે ભૌગોલિક તણાવોએ કોમોડિટી બજારોમાં ચળવળને મોટા પ્રમાણમાં આકાર આપ્યો છે.
2023નું વર્ષ કૉમોડિટી બજાર માટે સંઘર્ષનું વર્ષ રહ્યું. યુક્રેન-ગાઝાથી લઈને દક્ષિણ સુદાન સુધી, વિશ્વના અનેક ભાગોમાં યુદ્ધના સમાચારો જોયા. પરિણામે ભૌગોલિક તણાવોએ કોમોડિટી બજારોમાં ચળવળને મોટા પ્રમાણમાં આકાર આપ્યો છે. કૉમોડિટી બજાર માટે કેવું રહ્યું 2023નું વર્ષ અને 2024ના નવા વર્ષમાં રોકાણકારો માટે શું નવું રહેશે તેની આજે જાણકારી લઈશું.
2023માં સોનાની ચાલ -
ભૌગોલિક તણાવોની અસર જોવા મળી છે. કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચતી દેખાઈ રહી છે. યૂએસ, ચાઈના, જાપાન, કોરિયા અને તાઈવાનમાં ઓલ ટાઈમ હાઈ બન્યા છે. માર્ચ 2024થી સેન્ટ્રલ બેન્ક વ્યાજ દરમાં કાપ કરી શકે છે. ભારતમાં જ્વેલરી ખરીદદારીના કારણે સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
2023માં ચાંદીની ચાલ -
ગ્લોબલ બજારમાં મલ્ટી યર હાઈના સ્તર બન્યા છે. ભારતીય બજારમાં કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચતી દેખાઈ છે. 2023માં કિંમતો આશરે 5.5 ટકા વધતી દેખાઈ રહી છે.
2023માં બેઝ મેટલ્સની ચાલ -
મિશ્ર ફન્ડામેન્ટલ્સની અસર કિંમતો પર જોવા મળી રહી છે. સપ્લાય અછત અને નબળી માગની અસર જોવા મળી રહી છે. 2024માં ગ્રીન એનર્જી બાઈંગનો સપોર્ટ મળવાની આશા છે. ચાઈના-યુરોપમાં સપ્લાય ફરી શરૂ થતા 2024માં એલ્યુમિનિય સુધરશે. 2023માં કોપરની કિંમતોમાં 2.5 ટકાની તેજી જોવા મળી રહી છે. નવા પ્રોજેક્ટના કારણે વર્ષ 2024માં કોપરનું પ્રદર્શન સુધરશે.
2023માં બેઝ મેટલ્સનું પ્રદર્શન -
નિકલની કિંમતોમાં 43 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઝિંકની કિંમતો 16 ટકા ઘટતી દેખાઈ રહી છે. નબળી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીના કારણે ઝિંક પર દબાણ જોવા મળી રહ્યું છે.
ક્રૂડ ઓઈલ -
2020 બાદથી સૌથી પહેલો વાર્ષિક ઘટાડો નોંધાયો છે. 72-96 ડૉલરની રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે. 2023 સંપૂર્ણ OPEC+ના ઉત્પાદન કાપના નિર્ણય પર આધારીત રહ્યું છે. યૂએસ ઉત્પાદનના રિપોર્ટની અસર પણ કિંમતો પર રહી છે.