કોમોડિટી રિપોર્ટ: જુલાઈમાં 3.2% પર હતો US મોંઘવારી દર છે. આ વર્ષે એક અથવા બે વાર વ્યાજ દર વધવાની આશંકા છે.
આ સપ્તાહ કૉમોડિટી માર્કેટ માટે ઘણું મહત્વનું રહ્યું, કેમ કે ઘણા એવા ગ્લોબલ આંકડાઓ જાહેર થયા જેની અસર તમામ નોન એગ્રી કૉમોડિટીની કિંમતો પર જોવા મળી, એક તરફ ગ્લોબલ બજારમાં સપ્લાયની ચિંતા વચ્ચે OPEC અને EIA તરફથી માગ વધવાની આશાએ ક્રૂડમાં ઉભરો આવતા બ્રેન્ટના ભાવ 94 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, અમુક બેઝ મેટલ્સમાં પણ ઓછા સ્ટોક અને માગ વધવાની સ્થિતીએ રિકવરી આવી, પણ સોના-ચાંદીની ચમકમાં ઘટાડો જોવા મળ્યો, જેનું મુખ્ય કારણ ડૉલર અને યીલ્ડમાં વધારાનું છે.
ક્રૂડ માટે આ સપ્તાહ ઘણુ મહત્વનું રહ્યું, EIA અને ઓપેકનો ડિમાન્ડ ફોરકાર્સ રિપોર્ટ આવ્યા અને આ સપ્તાહમાં શાનદાર 3 ટકાની તેજી આપણે ક્રૂડમાં આવતી જોઇ. ક્રૂડ 10 મહિનાના ઉપલા સ્તરે પહોચતુ દેખાયુ.
ક્રૂડ માટે આ સપ્તાહ ઘણુ મહત્વનું રહ્યું, EIA અને ઓપેકનો ડિમાન્ડ ફોરકાર્સ રિપોર્ટ આવ્યા અને આ સપ્તાહમાં શાનદાર 3 ટકાની તેજી આપણે ક્રૂડમાં આવતી જોઇ. ક્રૂડ 10 મહિનાના ઉપલા સ્તરે પહોચતુ દેખાયુ.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
કિંમતો 92 ડૉલર પ્રતિ bblના સ્તરે પહોંચતી દેખાઈ. 2024માં ગ્લોબલ ડિમાન્ડ 2.25 mbpdની રહી શકે. Q4માં ઓઈલની અછત 3.3 mbpd પર રહી શકે. Q4માં ક્રૂડની ગ્લોબલ અછત 230 હજાર bpdની રહી શકે. USમાં મોંઘવારી દર અનુમાન કરતા વધારે રહ્યો. USમાં ક્રૂડની ઇન્વેન્ટરી 4 મિલિયન bblથી વધી. USના રિટેલ વેચાણ આંકડા અને ચીનના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આંકડાઓ પર નજર છે. ડૉલર ઇન્ડેક્સમાં 6 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર છે. અર્થતંત્રને બૂસ્ટ આપવા ચાઈનાએ રિઝર્વ રેશિયો 25 bpsથી ઘટાડ્યો.
જુલાઈમાં 3.2% પર હતો US મોંઘવારી દર છે. આ વર્ષે એક અથવા બે વાર વ્યાજ દર વધવાની આશંકા છે. ડૉલર ઇન્ડેક્સમાં 105ના સ્તરની પાસે કારોબાર કરી રહ્યા છે. USમાં બેરોજગારી દરમાં વધારો નોંધાયો છે.
મેટલ માટે પણ આ સપ્તાહ મહત્વનું રહ્યું. મેટલના સેન્ટિમેન્ટ જરૂરથી આ સપ્તાહમાં સુધરતા દેખાયા. ચાઈનાએ રિઝર્વ રેશિયો 25 bpsથી ઘટાડ્યો.
બેઝ મેટલ્સમાં કારોબાર
નિકલમાં ઘટાડો આવતા 13 મહિનાના નીચલા સ્તરે કારોબાર છે. US CPU અનુમાન કરતા વધારે આવ્યા. EV સેક્ટર તરફથી નબળી માગના કારણે કિંમતો ઘટી. ઉત્પાદકો સાથે બેટરી સ્ટોકમાં વધારો છે. ઓગસ્ટમાં બેટરીની કિંમતો 10% ઘટી છે. ડિમાન્ડ-સપ્લાય સરપ્લસ 10 વર્ષમાં સૌથી વધુ છે. કેનેડાની ટેલોન મેટલ્સ કોર્પ $20 મિલિયનનું ઉત્પાદન વધારશે.