ફિચએ અમેરિકાની સૉવરેન ડેટની રેટિંગ ઘટાડી. સૉવરેન ડેટની રેટિંગ AAA થી ઘટાડી AA+ કરી.
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર ફોકસ વધારે રહ્યું, જ્યાં વૈશ્વિક અર્થતંત્રની ખરાબ પરિસ્થિતિના કારણે રેટિંગ એજન્સીઓ દ્વારા રેટિંગ ઘટાડવાથી કૉમોડિટીના સેન્ટીમેન્ટ પર પણ અસર જોવા મળી, ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર સાથે સપ્તાહના અંગે બ્રેન્ટ 85 ડૉલરની ઉપર સ્થિર રહ્યો, જોકે સોના-ચાંદીની ચમક સમગ્ર સપ્તાહ દરમિયાન ફીકી રહી, પણ ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ બેઝ મેટલ્સમાં રેન્જબાઉન્ડ કારોબાર દેખાયો છે.
આ સપ્તાહે ક્રૂડમાં કારોબાર
ગ્લોબલ સપ્લાય ઘટવાની ચિંતાએ કિંમતોને મળ્યો સપોર્ટ. US ક્રૂડ ઇન્વેન્ટરીઝમાં ઘટાડાના કારણે NYMEK ક્રૂડમાં તેજી નોંધાઈ. USની ઇન્વેન્ટરી એક સપ્તાહમાં 17 mbpd ઘટી. જુલાઈ મહિનામાં કિંમતો 16% વધી. US ઇંધણની કિંમતો ઓગસ્ટ 2019ના ઉપલા સ્તરે પહોંચી. USની ગેસોલિન માગ જૂન 2022ના ઉપલા સ્તરની પાસે પહોંચી. સાઉદી અરબે 1 mbpd આઉટપુટ કાપ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી લંબાવ્યો. જુલાઈ મહિનામાં સાઉદી અરબનું આઉટપુટ 8,60,000 bpd રહ્યું. જુલાઈમાં સાઉદી અરબનું ઓઈલ આઉટપુટ 3 મહિનાના ઉપલા સ્તરની નજીક છે. ઉત્પાદનમાં વધારે કાપ મૂકશે રશિયા, સાઉદી છે. સપ્ટેમ્બર સુધી 10 લાખ BPD ઉત્પાદન ઘટાડશે સાઉદી.
જુલાઈમાં કાચા તેલનું ઉત્પાદન ઘટ્યું. જુલાઈમાં ઉત્પાદન 8.40 લાખ બેરલ ઘટ્યું. જુલાઈમાં 2.734 કરોડ BPDનું ઉત્પાદન થયું. સપ્ટેમ્બર 2021 બાદથી OPECનું ઉત્પાદન સૌથી ઓછું છે.
OPECનું ઉત્પાદન ઘટવાના કારણો
સાઉદીએ ઉત્પાદન ઘટાડ્યું. અંગોલા,નાઈજેરિયાએ પણ ઉત્પાદન કાપ કર્યા. વિરોધના કારણે લિબીયામાં પણ ઉત્પાદન ઘટ્યું.
આ સપ્તાહે સોના-ચાંદીની ચાલ
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં દબાણ વધ્યું. COMEX પર $1940ના સ્તરની નીચે સોનામાં કારોબાર નોંધાયો. સોનાની કિંમતો ઘટીને 3 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી. COMEX પર ચાંદી પણ 24 ડૉલરની નીચે જતી દેખાઈ. જુલાઈમાં 2 મહિનાના ઉંચાઈ પર હતા ચાંદીના ભાવ છે. સ્થાનિક બજારમાં સોનું ₹59500ના સ્તરની નીચે આવ્યું. MCX પર ચાંદીમાં ₹72600ની નીચે કારોબાર નોંધાયો. એક સપ્તાહમાં સોનું 1.5% ઘટ્યું, ચાંદીમાં 3%નો ઘટાડો જોવા મળ્યો.
સોના-ચાંદીમાં દબાણના કારણો
ફિચએ અમેરિકાની સૉવરેન ડેટની રેટિંગ ઘટાડી. સૉવરેન ડેટની રેટિંગ AAA થી ઘટાડી AA+ કરી. ડૉલર ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી રિકવરી કરી. ડૉલર ઇન્ડેક્સ વધીને 4 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યો. ફેડના કડક વલણથી કિંમતો પર દબાણ કર્યુ.
ચાઈના-અમેરિકા વચ્ચે તણાવ
ડ્રોનના સામાનના એક્સપોર્ટ પર ચાઈનાએ કંટ્રોલ લગાવ્યો. 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે ચાઈનાનો એક્સપોર્ટ કંટ્રોલ. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખતા લીધો નિર્ણય. હાલમાંજ ચાઈનાએ 2 મેટલ્સના એક્સપોર્ટ પ્રતિબંધિત કર્યા છે. USમાં વેચાતા 50% ડ્રોન ચાઈનામાં બનતા હોય છે.