કૉમોડિટી રિપોર્ટ: નવા વર્ષની શરૂઆત કૉમોડિટી બજાર માટે નબળી | Moneycontrol Gujarati
Get App

કૉમોડિટી રિપોર્ટ: નવા વર્ષની શરૂઆત કૉમોડિટી બજાર માટે નબળી

10 વર્ષની અમેરિકાની યીલ્ડ 4% ની ઉપર યથાવત્ રહેશે. 102ની ઉપર ડૉલર ઇન્ડેક્સમાં કારોબાર યથાવત્ રહેશે. USમાં ડિસેમ્બરમાં 2.16 લાખ લોકોને નોકરી મળી. 90%ની જગ્યાએ 60% લોકોને માર્ચમાં દર ઘટવાની આશા છે.

અપડેટેડ 11:55:14 AM Jan 12, 2024 પર
Story continues below Advertisement
ક્રૂડમાં વોલેટાઇલ સપ્તાહ, જે રીતની રેડ સીને કારણે સપ્લાય કન્સર્ન, માંગની પણ ચિંતા કરી.

આ સપ્તાહ અને નવા વર્ષની શરૂઆત નોન એગ્રી કૉમોડિટી માટે એક્શન ભરી રહી, જ્યાં વૈશ્વિક પરિબળોની અસર મોટાભાગની કૉમોડિટી પર જોવા મળી, લાલ સમુદ્રમાં તણાવના કારણે ક્રૂડમાં સપ્લાય વિક્ષેપની અસર જોવા મળી, તો USમાં વ્યાજ દરને લઈ અનિશ્ચિતતાના કારણે સોના-ચાંદી અને બેઝ મેટલ્સમાં પણ સુસ્ત કારોબાર જોવા મળ્યો.

ક્રૂડમાં વોલેટાઇલ સપ્તાહ, જે રીતની રેડ સીને કારણે સપ્લાય કન્સર્ન, માંગની પણ ચિંતા કરી. ઇન્વેન્ટરી વધી છતા ક્રૂડમાં મજબૂતી. આપણે ઓપેકની પહલી પોલિસી વખતે પણ ચર્ચા કરી હતી કે આટલો પ્રોડકશન કટ દરેક દેશો કરી શકશે કે નહી. કદાચ અમુક દેશોનુ વધેલુ પ્રોડક્શને આ વાતની જ સાબિતી આપી છે. લિબીયાની ઓઈલ ફિલ્ડ બંધ હોવાથી સપ્લાયની ચિંતા વધી છે.

ક્રૂડ ઓઈલમાં કારોબાર


EIAના રિપોર્ટ મુજબ ક્રૂડની ઇન્વેન્ટરીમાં વધારો થયો. USની ક્રૂડ ઇન્વેન્ટરી 1.34 મિલિયન bblથી વધી. ડિસ્ટિલેટ્સમાં મોટા પ્રમાણમાં બિલ્ડ-અપ જોવા મળ્યું. લિબીયાની ઓઈલ ફિલ્ડ બંધ હોવાથી સપ્લાયની ચિંતા વધી. US ડૉલરમાં મજબૂતીના કારણે કિંમતો પર અસર છે. ડિસેમ્બર મહિનામાં USમાં મોંઘવારી વધી છે. OPEC, US, ઇરાક અને નાઈજેરીયા તરફથી આઉટપુટમાં વધારો દેખાયો.

ક્રૂડ ઓઈલમાં ઘટાડો

ઇઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે કિંમતો પર અસર છે. લાલ સમુદ્રમાં તણાવથી ચિંતા અને સિરીયા તરફથી આઉટપુટ અટક્યું. US ગેસ ઇન્વેન્ટરી વધતા ક્રૂડમાં દબાણ છે. અનુમાન કરતા ડિસેમ્બરમાં USના નોન ફાર્મ પેરોલનાં આંકડા સુધર્યા. EIAના શોર્ટ ટર્મ રિપોર્ટ મુજબ USમાં ઇન્વેન્ટરી વધી. 1 ફેબ્રુઆરીએ OPEC+ની બેઠક પર બજારની નજર રહેશે.

સોનાએ 2023માં 13%ના મજબૂતી બતાવી પણ જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 1.5 ટકા ઘટ્યુ. ઇન્ફલેશનના જે આંકડા આવ્યા.

સોનામાં દબાણના કારણો

10 વર્ષની અમેરિકાની યીલ્ડ 4% ની ઉપર યથાવત્ રહેશે. 102ની ઉપર ડૉલર ઇન્ડેક્સમાં કારોબાર યથાવત્ રહેશે. USમાં ડિસેમ્બરમાં 2.16 લાખ લોકોને નોકરી મળી. 90%ની જગ્યાએ 60% લોકોને માર્ચમાં દર ઘટવાની આશા છે.

આ સપ્તાહે ચાંદીમાં કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં રિકવરીની અસર કિંમતો પર રહી છે. વૈશ્વિક બજારમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો. ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ તરફથી પણ માગ નબળી પડી છે.

કોપરમાં કારોબાર

કિંમતો 1 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ છે. 2024માં હાલ સુધી કિંમતો 2% ઘટી. ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓના કારણે કિંમતો ઘટી છે. ચાઈનાના નબળા PMI આંકડાઓના કારણે કિંમતો પર અસર રહેશે. નબળી સીઝનલ ડિમાન્ડના કારણે ઇન્વેન્ટરીમાં વધારો દેખાયો. મજબૂત ડૉલરના કારણે LME પર પણ કિંમતો ઘટી છે.

Gold Price: આજે ફરી સોનાના ભાવમાં થયો ઘટાડો, 63,000 રૂપિયાની નજરી સોનાનો ભાવ

 

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2024 11:55 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.