Crude Oil: સપ્તાહના અંત સુધીમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધ્યા, 5 વર્ષનો રેકોર્ડ તૂટતા બચ્યો | Moneycontrol Gujarati
Get App

Crude Oil: સપ્તાહના અંત સુધીમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધ્યા, 5 વર્ષનો રેકોર્ડ તૂટતા બચ્યો

રિકૉર્ડ ઉચ્ચ અમેરિકી ઉત્પાદન, ચીનની તરફીથી ક્રૂડ ઓઈલના ઈમ્પોર્ટ સુસ્ત પડ્યો અને તેલ ઉત્પાદનમાં કાપને લઈને ઓપેક+ ની તરફથી સપોર્ટની નબળી સ્થિતિથી તેલની કિંમતોનો ઝડકો લાગ્યો. પરંતુ સાઉદી અરબ અને રશિયા તરફથી OPEC+ દેશોને ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપમાં શામેલ થવાની અપીલ કર્યા પછી તેલની કિંમતોમાં એકવાર ફરી તેજી આવી.

અપડેટેડ 11:53:56 AM Dec 09, 2023 પર
Story continues below Advertisement

ક્રૂડ ઓઈલની કિમતોના કેસમાં છેલ્લા 5 વર્ષનો રિકોર્ડ, તૂટવાના કગાર પર છે. ખરેખર છેલ્લા 5 વર્ષમાં પહેલી વાર તેવી કિમતો સતત 7માં સપ્તાહ ઘટાડાની તરફ છે. જો કે સપ્તાહ સમાપ્ત થતા-થતા તેલની કિંમત ફરી વધી છે. તેના પછળનું કારણ સાઉદી અરબ અને રશિયા તરફથી OPEC+ સદસ્યો દેશોને ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપમાં શામેલ થવાની અપીલ. રૉયટર્સની રિપોર્ટના અનુસાર, બ્રેન્ટ ક્રૂડ વાયદા 1,46 ડૉલર અથવા 2 ટકાથી વધીને 75.51 ડૉલર પ્રતિ બેરલ પર, જ્યારે યૂએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયએટ ક્રૂડ વાયદા 1ય33 ડૉલર અથવા 1.9 ટકાથી વધીને 70.67 ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યા છે.

તેના પહેલા બ્રાન્ટમાં 2 ડૉલરની તેજી આવી હતી. બન્ને બેન્ચમાર્ક ક્રૂડ, તેના પહેલા સેશનમાં જૂનના અંત બાદથી તેના સૌથી નીચલા સ્તર પર આવ્યો હતો. રિપોર્ટમાં કહ્યું છે કે બ્રેન્ટ અને ડબલ્યૂટીઆઈ ક્રૂડ વાયદા આ સપ્તાહ ક્રમશ: 4.4 ટકા અને 4.7 ટકાના ઘટાડાની તરફ છે, જે છેલ્લા 5 સપ્તાહમાં તેનો સૌથી મોટો ઘટાડો છે.

ઉત્પાદનમાં થશે 22 લાખ બેરલ પ્રતિ દિવસનો કાપ


રિકૉર્ડ ઉચા અમેરિકી ઉત્પાદન, ચીનની તરફથી ક્રૂડ ઓઈલના ઇમ્પોર્ટ સુસ્ત પડવો અને તેલ ઉત્પાદનમાં કાપને લઇને ઓપેક+ ની તરફથી સપોર્ટની નબળી સ્થિતિથી તેલની કિમતોને ઝડકો લાગ્યો. દુનિયાના બે સૌથી મોટો ઑઈલ એક્સપોર્ટ સાઉદી અરબ અને રશિયાએ ગુરૂવારે તમામ ઓપેક+ સદસ્યો દેશોથી વેશ્વિક અર્થવ્યવસ્થાની ભલાઈ માટે ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાં કાપ પર એક કરારમાં સામેલ થવાની અપીલ કરી છે. તેના બાદ પેટ્રોલિયમ એક્સપોર્ટર દેશો અને સહયોગિયોના સંગઠન "ઓપેક +" આવતા વર્ષના પહેલા ક્વાર્ટર માટે તેલ ઉત્પાદનમાં સંયુક્ત 22 લાખ બેરલ પ્રતિ દિવસના કાપ પર સહમત થયા છે. તેની કિમતોમાં તેજી ફરી આવશે.

ચીનથી કેટલો ઘટ્યો ઈમ્પોર્ટ

ચીનની સીમા શુલ્ક ડેટાથી ખૂબર પડી છે કે નવેમ્બરમાં ક્રૂડ ઓઈલનું ઈમ્પોર્ટ એક વર્ષ પહેલાની સરખામણીમાં 9 ટકા ઘટી ગયો છે. ઉચ્ચ ઈન્વેન્ટ્રી લેવલ, નબળા આર્થિક સંકેતો અને સ્વતંત્ર રિફાઈનરોને ધીમે ઑર્ડરે માંગને નહળો કર્યો છે. ઉત્પાદનની વાત કરે તો યૂએસ એનર્જી ઇનફૉરમેશન એડમિનિસ્ટ્રેશન ડેટાના અનુસાર, અમેરિકામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન 1.3 કરોડ બીપીડીથી વધુંના રિકૉર્ડ ઉચાઈની નજીક રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 09, 2023 11:19 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.