સફેદ સોનાને થયું નુકસાન, માવઠાના લીધે કપાસની ખેતીમાં ખેડૂતો પાયમાલ
ખેડૂતે કપાસની ખેતીમાં જમીનમાં 6થી 7 ક્વિન્ટલ ઉત્પાદન મેળવવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતને દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદ પડતાં કપાસ પણ ભાંગી પડ્યા છે. ખેડૂતને કપાસની ખેતીમાં 50 ટકા નુકસાની થઈ છે.
માવઠાના કારણે કપાસની ખેતીને પણ માઠી અસર પડી છે. કપાસની ખેતી કરતાં ખેડૂતો પાયમાલ બન્યા છે.
હવામાન વિભાગ દ્વારા નવેમ્બરના અંત સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ જ ગુજરાતના દરેક ખૂણે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતા. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે તોફાની તાંડવ કર્યું હતું, ખાસ કરીને ભરૂચમાં મોટા પાયે નુકસાન જોવા મળ્યું હતું. માવઠાના કારણે કપાસની ખેતીને પણ માઠી અસર પડી છે. કપાસની ખેતી કરતાં ખેડૂતો પાયમાલ બન્યા છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં, પૂર્વ પટ્ટીના શુકલતીર્થના વિસ્તારોમાં અને વાલિયાના ત્રાલસા ગામ સહિત ઘણા ગામોમાં કપાસની ખેતી મોટાપાયે કરવામાં આવે છે, ત્યારે કમોસમી માવઠાને પગલે ખેડૂતોને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. કપાસનો પાક જે સમયે તોડવાનો હતો, તેના આગળના દિવસે એકાએક માવઠું આવતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
તૈયાર પાકની લણણી કરતાં પહેલાં જ નુકસાની
ખેડૂતે જુલાઈ મહિનામાં કપાસનું વાવેતર કર્યું હતું. કપાસનો પાક 4થી 5 મહિનામાં તૈયાર થઈ જાય છે. નવેમ્બર મહિનામાં ખેડૂતનો કપાસનો પાક તૈયાર થઈ ગયો હતો, તેઓએ નવેમ્બરમાં એકવાર પાક ઉતાર્યો હતો. ત્યારબાદ ખેડૂતનો કપાસનો પાક બીજી વખત તૈયાર થઈ ગયો હતો, અને તેની લણણી કરતાં પહેલાં જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની સરકાર પાસેથી રાહત પેકેજની માંગ
ખેડૂતે કપાસની ખેતીમાં જમીનમાં 6થી 7 ક્વિન્ટલ ઉત્પાદન મેળવવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતને દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદ પડતાં કપાસ પણ ભાંગી પડ્યા છે. ખેડૂતને કપાસની ખેતીમાં 50 ટકા નુકસાની થઈ છે. ખેડૂતે સરકાર પાસેથી રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.