દિવાળી સ્પેશલ: આ દિવાળીએ કઈ નોન એગ્રી કૉમોડિટીમાં કરશો રોકાણ?
સોના માટે આ વર્ષ સોનેરી વર્ષ રહ્યું ગઇ 31 ઓક્ટબર થી 7 નવેમ્બર સુધીમાં સોનુ 23 ટકા તો ચાંદીએ 19 ટકા રિટર્ન આપ્યા છે. ગઇ દિવાળી સોનાનો ભાવ 50,700ની આસપાસ હતો આ દિવાળી પર લગભગ 60,000ની આસપાસ હશે.
દિવાળીથી દિવાળી સોના-ચાંદીમાં પોઝિટીવ રિટર્ન મળ્યા, જેમાં પણ સોનામાં 23%ના મજબૂત રિટર્ન્સ મળ્યા છે, પણ એનર્જી પેકનું પ્રદર્શન નબળું રહ્યું, તો બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે. આ વર્ષે વૈશ્વિક પરિબળોની અસર સમગ્ર નોન એગ્રી કૉમોડિટી પર દેખાઈ હતી. આ સાથે જ ઇન્ડેક્સની વાત કરીએ તો, MCXએ સૌથી સારા 11.3%ના પોઝિટીવ વળતર આપ્યા છે. દિવાળીથી દિવાળી નોન એગ્રી કૉમોડિટીનું પ્રદર્શન કેવું રહ્યું અને આવતી દિવાળી સુધી કઈ કૉમોડિટીમાં સારૂ રિટર્ન્સ મળશે તે અંગે આજે ચર્ચા કરીશું.
સોના માટે આ વર્ષ સોનેરી વર્ષ રહ્યું ગઇ 31 ઓક્ટબર થી 7 નવેમ્બર સુધીમાં સોનુ 23 ટકા તો ચાંદીએ 19 ટકા રિટર્ન આપ્યા છે. ગઇ દિવાળી સોનાનો ભાવ 50,700ની આસપાસ હતો આ દિવાળી પર લગભગ 60,000ની આસપાસ હશે. બ્રોકરેજ હાઉસનો 2024 માટેનો આઉટલુક 2000 થી 2200 સુધીનો છે. વોર પ્રિમીયમ અને ડોલર ઇન્ડેક્સ છે
સોનું એક વર્ષમાં 23.08 ટકા વધ્યુ. જ્યારે ચાંદી વર્ષમાં 19.48 ટકા વધ્યુ.
દિવાળીથી દિવાળી સુધી સોનું
દિવાળી થી દિવાળી સુધી સોનાની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2017 થી નાણાકીય વર્ષ 2018 સુધી સોનામાં 4 ટકા વધારો થયો હતો. ત્યારબાદ નાણાકીય વર્ષ 2018 થી નાણાકીય વર્ષ 2019 માં સોનું 28 ટકા વધ્યુ હતુ. ત્યારે નાણાકીય વર્ષ 2019 થી નાણાકીય વર્ષ 2020 સુધી સોનામાં 24 ટકા વધારો જોવા મળ્યો. તો નાણાકીય વર્ષ 2021 થી નાણાકીય વર્ષ 2022 સુધી સોનામાં 6 ટકા વધારો થયો.
દિવાળી પર સોનાનો ભાવ
હવે આપણે દિવાળી પર સોનાની કિંમતની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2019 માં દિવાળી પર સોનાની કિંમત 38340 રૂપિયા હતી. જ્યારે નાણાકીય વર્ષ 2020 માં દિવાળી પર સોનાની કિંમત 51080 રૂપિયા હતી. ત્યારે નાણાકીય વર્ષ 2021 માં દિવાળી પર સોનાની કિંમત 47590 રૂપિયા હતી. તો નાણાકીય વર્ષ 2022 માં દિવાળી પર સોનાની કિંમત 50700 રૂપિયા હતી.
2023માં MCX પર સોનું
ઓગસ્ટ 2023 માં એમસીએક્સ પર સોનાની કિંમત 59855 હતી. ત્યારે સપ્ટેમ્બર 2023 માં એસીએક્સ પર સોનાની કિંમત 59665 હતી. જ્યારે ઓક્ટોબરમાં એમસીએક્સ પર સોનાની કિંમત 61539 રૂપિયા હતી. જ્યારે નવેમ્બરમાં સોનાની કિંમત 61330 છે.
2024 માટે સોનાની કિંમતો પર અનુમાન
એબીએન એમરોના અનુમાન મુજબ 2024 માટે સોનાની કિંમત 2,000 રૂપિયા વધવાની આશા છે. જ્યારે ડીબીએસના અનુમાન મુજબ 2024 માટે સોનાની કિંમત 2,050 રૂપિયા વધવાની આશા છે. તો કોમર્ઝબેંકના અનુમાન મુજબ 2024 માટે સોનાની કિંમત 2,075 રૂપિયા વધવાની આશા છે. ત્યારે ગોલ્ડમેન સૅક્સેના અનુમાન મુજબ 2024 માટે સોનાની કિંમત 2,133 રૂપિયા વધવાની આશા છે.
સિટીના અનુમાન મુજબ 2024 માટે સોનાની કિંમત 2,175 રૂપિયા વધવાની આશા છે. Saxobankના અનુમાન મુજબ 2024 માટે સોનાની કિંમત 2,200 રૂપિયા વધવાની આશા છે. XM ઓસ્ટ્રેલિયાના અનુમાન મુજબ 2024 માટે સોનાની કિંમત 2,200 રૂપિયા વધવાની આશા છે.
દિવાળીથી દિવાળી સુધી ચાંદી
દિવાળી થી દિવાળી સુધી ચાંદીની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2017 થી નાણાકીય વર્ષ 2018 સુધી ચાંદીમાં 9 ટકા ઘટાડો થયો હતો. ત્યારબાદ નાણાકીય વર્ષ 2018 થી નાણાકીય વર્ષ 2019 માં ચાંદી 23 ટકા વધી હતી. ત્યારે નાણાકીય વર્ષ 2019 થી નાણાકીય વર્ષ 2020 સુધી ચાંદીમાં 26 ટકા વધારો જોવા મળ્યો. તો નાણાકીય વર્ષ 2021 થી નાણાકીય વર્ષ 2022 સુધી ચાંદીમાં 6 ટકા ઘટી હતી.
દિવાળી પર ચાંદીનો ભાવ
હવે આપણે દિવાળી પર ચાંદીની કિંમતની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2019 માં દિવાળી પર ચાંદીની કિંમત 46721 રૂપિયા હતી. જ્યારે નાણાકીય વર્ષ 2020 માં દિવાળી પર ચાંદીની કિંમત 64038 રૂપિયા હતી. ત્યારે નાણાકીય વર્ષ 2021 માં દિવાળી પર ચાંદીની કિંમત 64234 રૂપિયા હતી. તો નાણાકીય વર્ષ 2022 માં દિવાળી પર ચાંદીની કિંમત 58060 રૂપિયા હતી.
2023માં MCX પર ચાંદી
ઓગસ્ટ 2023 માં એમસીએક્સ પર ચાંદીની કિંમત 75400 હતી. ત્યારે સપ્ટેમ્બર 2023 માં એસીએક્સ પર ચાંદીની કિંમત 74920 હતી. જ્યારે ઓક્ટોબરમાં એમસીએક્સ પર ચાંદીની કિંમત 73580 રૂપિયા હતી. જ્યારે નવેમ્બરમાં ચાંદીની કિંમત 72494 છે.
કોપરમાં કારોબાર
US ડૉલરમાં મજબૂતીના કારણે કિંમતો પર અસર રહી. ચાઈનાના ટ્રેડ આંકડા અનુમાન કરતા નબળા રહ્યા. 2023માં ચાઈનાનો કોપર ઇમ્પોર્ટ 7% ઘટ્યો.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
આ વર્ષે કિંમતોમાં ઘણી વોલેટાલિટી જોવા મળી. US ઇન્વેન્ટરીમાં વધારા સામે માગ ઘટવાની ચિંતા બની. ઈઝરાયેલ-હમાસ યુદ્ધની સપ્લાય પર અસર જોવા મળી.