Gold Rate: સોનામાં આવી સુસ્તી, આજે 10 ગ્રામ સોનાનો કેટલો થયો ભાવ ચેક કરો
Gold Rate 13th December 2023: આજે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ રેટ 150 થી 250 રૂપિયા સુધી સસ્તુ થયુ છે. જ્યારે, 22 કેરેટ ગોલ્ડ રેટ 100 થી 150 રૂપિયા સુધી કાલના મુકાબલે ઘટ્યો છે.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 56,650 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 61,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Gold Rate 13th December 2023: છેલ્લા સપ્તાહે પીક પર પહોંચવાની બાદ થી સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. આજે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ રેટ 150 થી 250 રૂપિયા સુધી સસ્તુ થયુ છે. જ્યારે, 22 કેરેટ ગોલ્ડ રેટ 100 થી 150 રૂપિયા સુધી કાલના મુકાબલે ઘટ્યો છે. જો તમારા ઘરમાં પણ લગ્ન છે અને તમે ગોલ્ડ જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો સોનાના ભાવ ઓછા થવાથી તમને થોડી રાહત મળવાની છે. ચાંદીના ભાવ 75,000 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે.
દેશના મોટા શહેરોમાં 13 ડિસેમ્બર 2023 ના આ રહ્યા સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
અમદાવાદ
56,700
61,850
ગુરુગ્રામ
56,800
61,950
કોલકાતા
56,650
61,800
લખનઉ
56,700
61,950
બેંગ્લોર
56,650
61,800
જયપુર
56,800
61,800
પટના
56,700
61,850
ભુવનેશ્વર
56,650
61,800
હૈદરાબાદ
56,650
61,800
સોનાના ભાવ આ રીતે થાય છે નક્કી
સોનાની કિંમત ઘણી હદ સુધી બજારમાં સોનાની ડિમાંડ અને સપ્લાઈના આધાર પર નક્કી થાય છે. સોનાની માંગ વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડની સપ્લાઈ વધશે તો ભાવ ઓછા થશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. ઉદાહરણ માટે જો ઈંટરનેશનલ ઈકૉનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે, તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.