Gold Price Today: ગોલ્ડના ભાવમાં સતત આવી રહી તેજીને લાગી બ્રેક, જાણો કેટલું સસ્તુ થયું સોનું
Gold Rate Today: સોનાના ભાવમાં સતત આવી રહી તેજીને આજે બ્રેક લાગી છે. ગઈકાલે ચેન્નાઈમાં 24 કેરેટ ગોલ્ડ રેટ 64,000 રૂપિયાને પાર કરી ગયો હતો પરંતુ આજે 63,980 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગઈ કાલે 63,530 રૂપિયા પર પહોંચી ગયો હતો, આજે તે 62,880 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
Gold Rate Today: સોનાના ભાવમાં સતત આવી રહી તેજીને આજે બ્રેક લાગી છે. ગઈકાલે ચેન્નાઈમાં 24 કેરેટ ગોલ્ડ રેટ 64,000 રૂપિયાને પાર કરી ગયો હતો પરંતુ આજે 63,980 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગઈ કાલે 63,530 રૂપિયા પર પહોંચી ગયો હતો, આજે તે 62,880 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીના રેટ 79,200 રૂપિયા પર છે. દેશમાં લગ્નની સીજન શરૂ થઈ ગઈ છે અને ડિમાન્ડ વધવાને કારણે ગોલ્ડની કિંમતોમાં હલચલ જોવા મળી રહી છે.
દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 57,550 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 62,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 30 નવેમ્બર 2023એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ
57,500
62,730
ગુરુગ્રામ
57,650
62,880
કોલકાતા
57,500
62,730
લખનઉ
લખનઉ
62,880
બેંગ્લોર
57,500
62,730
જયપુર
57,650
62,880
પટણા
57,550
62,780
ભુવનેશ્વર
57,500
62,730
હૈદરાબાદ
57,500
62,730
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.