Gold Rate: આજે ફરી મોંઘુ થયુ 10 ગ્રામ ગોલ્ડ, ચેક કરો દેશના 12 શહેરોમાં સોનાના રેટ | Moneycontrol Gujarati
Get App

Gold Rate: આજે ફરી મોંઘુ થયુ 10 ગ્રામ ગોલ્ડ, ચેક કરો દેશના 12 શહેરોમાં સોનાના રેટ

Gold Rate Today: સોનાના ભાવમાં સતત તેજી ચાલુ છે. દેશભરમાં જલ્દી લગ્નની સીઝન શરૂ થવા વાળા છે. જ્વેલરી બજારમાં 22 અને 24 કેરેટ ગોલ્ડ રેટ 500 થી 650 રૂપિયાની તેજી આવી છે.

અપડેટેડ 01:01:55 PM Nov 17, 2023 પર
Story continues below Advertisement
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 56,600 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 61,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Gold Rate Today: સોનાના ભાવમાં સતત તેજી ચાલુ છે. દેશભરમાં જલ્દી લગ્નની સીઝન શરૂ થવા વાળા છે. જ્વેલરી બજારમાં 22 અને 24 કેરેટ ગોલ્ડ રેટ 500 થી 650 રૂપિયાની તેજી આવી છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાના રેટ 61,840 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. આજે ચેન્નઈમાં 24 કેરેટ ગોલ્ડ રેટ 62,000 રૂપિયાના ઊપર ટ્રેડ કરી રહ્યા છે. ચાંદીના રેટ 76,500 રૂપિયા પર છે.

17 નવેમ્બર 2023 ના ગોલ્ડના ભાવ

દિલ્હીમાં ગોલ્ડ રેટ


દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 55,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. 24 કેરેટ માટે ગ્રાહકોને 61,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકવવા પડશે.

અમદાવાદમાં ગોલ્ડના રેટ

દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 56,600 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 61,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Commo Live: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $77ની પાસે, સ્થાનિક બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ પર

 

ચેન્નઈમાં ગોલ્ડના રેટ

ચેન્નઈમાં 22 કેરેટ સોના 56,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 62,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના મોટા શહેરોમાં 17 નવેમ્બર 2023 ના આ રહ્યા ગોલ્ડ રેટ

શહેર 22 કેરેટ ગોલ્ડના રેટ 24 કેરેટ ગોલ્ડના રેટ
મુંબઈ 56,550 61,690
ગુરૂગ્રામ 56,700 61,840
કોલકતા 56,550 61,690
લખનઊ 56,700 61,840
બેંગ્લોર 56,550 61,690
જયપુર 56,700 61,840
પટના 56,600 61,740
ભુવનેશ્વર 56,550 61,690
હૈદરાબાદ 56,550 61,690

સોનાના ભાવ આ રીતે થાય છે નક્કી

સોનાની કિંમત ઘણી હદ સુધી બજારમાં સોનાની ડિમાંડ અને સપ્લાઈના આધાર પર નક્કી થાય છે. સોનાની માંગ વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડની સપ્લાઈ વધશે તો ભાવ ઓછો થશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત હોય છે. ઉદાહરણ માટે જો ઈંટરનેશનલ ઈકૉનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે, તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2023 1:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.