Gold Rate Dhanteras 2023: સતત ઓછા થઈ રહ્યા છે સોનાના ભાવ, ચેક કરો ગોલ્ડ રેટ
Gold Rate in Dhanteras-Diwali Week: જો તમે પણ ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ધનતેરસ-દિવાળીના સપ્તાહમાં સોનાના ભાવમાં સતત ત્રીજા - ચોથા દિવસે પણ ઘટાડો આવ્યો છે. આજે ગોલ્ડનું રેટ 10 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો થયો છે.
Gold Rate in Dhanteras-Diwali Week: જો તમે પણ ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ધનતેરસ-દિવાળીના સપ્તાહમાં સોનાના ભાવમાં સતત ત્રીજા - ચોથા દિવસે પણ ઘટાડો આવ્યો છે. આજે ગોલ્ડનું રેટ 10 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો થયો છે. ઘણી વાર ધનતેરસ અને દિવાળીની આસપાસ ગ્લોડની કિંમતોમાં તેજી જોવા મળી છે પરંતુ આ વખતે આ ટ્રેન્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, જ્વેલર્સનું હજી પણ માનવું છે કે ગોલ્ડમાં તેજી ધનતેરસના દિવસ નજર આવશે. દિલ્હી એનસીઆરમાં સોનાનું રેટ 61,340 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. ચાંદીનું રેટ 73,500 રૂપિયા પર છે.
દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 56,140 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 61,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 7 નવેમ્બર 2023એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ
56,090
61,190
ગુરુગ્રામ
56,240
61,340
કોલકાતા
56,090
61,190
લખનઉ
56,240
61,340
બેંગ્લોર
56,090
61,190
જયપુર
56,240
61,340
પટણા
56,140
61,240
ભુવનેશ્વર
56,090
61,190
હૈદરાબાદ
56,090
61,190
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.