Gold Rate Today: આજે કેટલાક શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી સપાટ રહી, રેટ કરી લો ચેક
Gold Rate Today: આજે સપ્તાહના બીજા દિવસે દેશના મોટા ભાગના મોટા શહેરોમાં સોનાનો ભાવ 60,000 રૂપિયાની ઉપરના રેટે ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલના ભાવની સરખામણીએ આજે કેટલાક શહેરોમાં સોનાના ભાવમાં 150 થી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
Gold Rate Today: આજે સપ્તાહના બીજા દિવસે દેશના મોટા ભાગના મોટા શહેરોમાં સોનાની કિંમત 60,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. ગઈકાલના ભાવની સરખામણીએ આજે કેટલાક શહેરોમાં સોનાના ભાવમાં 150 થી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 60,310 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 55,300 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 76,200 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે ચાંદીના ભાવ લગભગ સપાટ રહ્યા હતા.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ, ગુજરાતમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 55,200 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 60,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.