Free LPG Connection: મહિલાઓને 75 લાખ ફ્રી ગેસ સિલિન્ડર અને સ્ટવ આપશે મોદી સરકાર, આ રીતે કરો અરજી
Free LPG Connection: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મે 2016માં પીએમ મોદીએ શરૂ કરી હતી. ધુમાડાથી રાહત મેળવવા માટે સ્ટવ પર ભોજન રાંધતી ગરીબ મહિલાઓને રાહત આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા (BPL) નીચે જીવતા પરિવારોની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.
FREE LPG CONNECTION: 75 લાખ મફત ગેસ કનેક્શન પર કુલ રૂપિયા 1,650 કરોડનો ખર્ચ થશે, જેનો બોજ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
Free LPG Connection: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશની ગરીબ મહિલાઓને 75 લાખ વધુ મફત એલપીજી કનેક્શન આપવાની જાહેરાત કરી છે. આ માટે સરકારે સરકારી પેટ્રોલિયમ કંપનીઓને 1,650 કરોડ રૂપિયા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપી હતી.
ઠાકુરે કહ્યું કે કેબિનેટ ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા LPG કનેક્શન આપવા માટે સંમત થયા છે. આ સાથે આ યોજના હેઠળ લાભ લેનારી મહિલાઓની કુલ સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે. તેના પર કુલ 1,650 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેનો બોજ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ રકમ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને આપવામાં આવશે. તેમણે કહ્યું, "આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 75 લાખ વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે. આગામી 3 વર્ષમાં આ એલપીજી કનેક્શન મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે."
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મે 2016માં પીએમ મોદીએ શરૂ કરી હતી. ધુમાડાથી રાહત મેળવવા માટે સ્ટવ પર ભોજન રાંધતી ગરીબ મહિલાઓને રાહત આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા (BPL) નીચે જીવતા પરિવારોની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.
કનેક્શન માટે કોણ અને કેવી રીતે અરજી કરી શકે?
પીએમ ઉજ્જવલા યોજના હેઠળ, મફત એલપીજી કનેક્શન ફક્ત તે મહિલાઓને જ મળશે જે ગરીબી રેખા (બીપીએલ) નીચે જીવે છે. આ યોજના હેઠળ, મફત ગેસ કનેક્શન માટે અરજી કરનારા લાભાર્થીઓએ તેમનું રેશન કાર્ડ (BPL કાર્ડ) ઓનલાઈન અપલોડ કરવું પડશે. બીપીએલ કાર્ડ એવા પરિવારોને ઉપલબ્ધ છે, જે ગરીબી રેખા નીચે છે. જે પરિવારની વાર્ષિક આવક રૂપિયા 27,000થી ઓછી છે.
જો તમે ફ્રી કનેક્શન માટે અરજી કરવા માંગો છો, તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના pmujjwayojana.com ની વેબસાઇટની મુલાકાત લો. પછી ત્યાં “ડાઉનલોડ ફોર્મ” વિકલ્પ પર ક્લિક કરો. આ પછી ફોર્મ દેખાશે જે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને તેને નજીકની ગેસ એજન્સીમાં સબમિટ કરો. ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને કનેક્શન મળશે.