LPG Price Hike: સમગ્ર દેશમાં LPG સિલેંડરના ભાવમાં વધારો, દિલ્હીથી મુંબઈ સુધી જાણો નવી કિંમત
LPG Price Hike: વર્ષના છેલ્લા મહિનામાં મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. રાજધાની દિલ્હીમાં આજથી (1 ડિસેમ્બર 2023) કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં સિલિન્ડરની કિંમતમાં લગભગ 41 રૂપિયાનો વધારો થયો છે. 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1755.50 રૂપિયાને બદલે 1796.50 રૂપિયામાં મળશે.
ઑયલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં કૉમર્શિયલ ગેસ સિલેંડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એલપીજીની કિંમતમાં 21 રૂપિયાનો વધારો થયો છે.
LPG Price Hike: ડિસેમ્બરનો મહીનો શરૂ થતા જ સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ઝટકો લાગી શકે છે. ઑયલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં કૉમર્શિયલ ગેસ સિલેંડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એલપીજીની કિંમતમાં 21 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા 1 નવેમ્બરે પણ તેની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ 16 નવેમ્બરે તેની કિંમતમાં 57 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે દિલ્હીમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર 1796.5 રૂપિયામાં મળશે. તમને જણાવઈ દઈએ કે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દિલ્હી સિવાય હવે તમારે મુંબઈમાં કોમર્શિયલ એલપીજી માટે 1,749 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, તેની કિંમત ચેન્નાઈમાં 1,968.50 રૂપિયા અને કોલકાતામાં 1,908 રૂપિયા થઈ ગઈ છે. આ ફેરફારો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે. તેની પહેલા દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1775.50 રૂપિયા હતી.
ઘરેલૂ ગેસની કિંમતમાં કોઈ બદલાવ નહીં
ઘરેલૂ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી વખત બિન-સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 30 ઓગસ્ટે ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારપછી દિલ્હીમાં 1103 રૂપિયાથી ઘટાડીને 903 રૂપિયા કરવામાં આવી હતી. કોલકાતામાં તેની કિંમત 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયા છે.
કેવી રીતે નક્કી થાય છે ભાવ?
સૌથી પહેલા તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર નક્કી કરે છે. આ પછી, તેને ભારતમાં લાવવાનો ખર્ચ, ડીલરનું કમિશન, GST અને અન્ય કર મળીને સિલિન્ડરની છૂટક કિંમત બનાવે છે. ગેસ ડોલરમાં ખરીદવામાં આવે છે, તેથી તેની કિંમતો પણ ડોલર અને રૂપિયાની વધઘટથી પ્રભાવિત થાય છે. ગેસની કિંમત નક્કી કરવા માટે ઈમ્પોર્ટ પેરિટી પ્રાઈસ ફોર્મ્યુલા (IPP) અપનાવવામાં આવે છે. તેમાં દર મહિનાની પહેલી તારીખે સુધારો કરવામાં આવે છે. જો કે, એવું નથી કે તે મહિનાના મધ્યમાં બદલાશે નહીં. સંજોગોના આધારે, તે મહિનાના મધ્યમાં પણ બદલી શકાય છે.