Reliance Industries Q3 Results: નફો 10.9 ટકા વધીને 19,641 કરોડ રૂપિયા પર રહ્યો, આવક 11.4 ટકા વધી
Reliance Industries Q3 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવાર 19 જાન્યુઆરીએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ વર્ષના આધાર 10.9 ટકા વધીને 19,641 કરોડ થયો છે. તેની આવક વધીને 2.28 લાખ કરોડ રૂપિયા પર રહી છે.
Reliance Industries Q3 Results: દેશની સૌથી મોટી વેલ્યૂએશન વાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવાર 19 જાન્યુઆરીએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ વર્ષના આધાર 10.9 ટકા વધીને 19,641 કરોડ થયો છે. જ્યારે આવક વર્ષના આધાર પર 11.4 ટકાથી વધીને 2.28 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
મનીકંટ્રોલની તરફથી કર્યા પોલમાં 8 બ્રોકરેજ ફર્મો અને એનાલિસ્ટે ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું નેટ પ્રોફિટ 16,625 કરોડ રૂપિયા અને ઑપરેટિંગ પ્રોફિટ 40,232.70 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો.
ચેરમેન મુકેશ અંબણીએ 19 જાન્યુઆરીએ એક નિવેદમાં કહ્યું, "રિલાયન્સે તેના તમામ બિઝનેસમાં મજબૂત પ્રદર્શનને કારણે એક વધું ક્વાર્ટરનું જોરદાર કારોબાર અને નાણાકીય પરિણામ આપ્યો છે. તેણે પ્રાપ્ત કરવામાં તમામ બિઝનેસની ટીમોએ અસાધાર ક્ષમતા બતાવી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના રિટેલ બિઝનેસનું ડિસેમ્બર ક્વાર્ટરમાં એબિટડા વર્ષના આધાર પર 31 ટકાથી વધીને 6271 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે ઑઈલ-ટૂ-કેમિકલ બિઝનેસ વધીને 14,064 કરોડ રૂપિયા રહ્યો છે, જે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં 13,926 કરોડ રૂપિયા હતો.
કંપનીએ ઑઈલ એન્ડ ગેસ બિઝનેસ 5804 કરોડ રૂપિયાનું રિકૉર્ડ ક્વાર્ટર એબિટડા દર્જ કર્યો, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં 46 ટકા વધાર છે. કંપનીનું કેપિટલ એક્સપેન્ડિચર 30,102 કરોડ રૂપિયા રહ્યા છે, જે તેના 35,810 કરોડ રૂપિયાના કેશ લાભથી સરળતાથી સંપૂર્ણ થઈ ગયો છે.
ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com નેટવર્ક 18નો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટ માલિકાના હક છે. તેનું બેનિફિટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.