RELIANCE RETAIL Q3 Result: નફો 31.9 ટકા વધીને 3,165 કરોડ રૂપિયા પર રહ્યો, આવક વધીને 83,040 કરોડ રૂપિયા રહી | Moneycontrol Gujarati
Get App

RELIANCE RETAIL Q3 Result: નફો 31.9 ટકા વધીને 3,165 કરોડ રૂપિયા પર રહ્યો, આવક વધીને 83,040 કરોડ રૂપિયા રહી

RIL Retail Q3 Result: રિલાયન્સ રિટેલએ નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટર માટે આજે 19 જાન્યુઆરી, 2024 ના રોજ નાણાકીય પરિણામ જાહેર કરી રહ્યા છે. વર્ષના આધાર પર રિલાયન્સ રિટેલની આવક વધીને 83,040 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 77,163 કરોડ રૂપિયા રહી હતી.

અપડેટેડ 07:23:40 PM Jan 19, 2024 પર
Story continues below Advertisement

RIL Retail Q3 Result: તેલથી લઈને ટેલીકૉમ સેક્ટરમાં કારોબાર કરવા વાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ સેગમેન્ટનું બિઝનેસ કરવા વાળી રિલાન્સ રિટેલે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટર એટલે કે Q3FY24ના માટે તેના પરિણામ આજે 19 જાન્યુઆરી 2024એ રજૂ કર્યા છે. કંપનીની આવક, Ebitda અને નફો ત્રણેમા વધારો જોવા મળ્યો છે. રિલાયન્સ રિટેલના ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક વધીને 83,040 કરોડ રૂપિયા રહી છે. કંપનીનું નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 31.9 ટકા વધ્યો છે. કંપનીના ત્રીજા ક્વાર્ટરમાં 3165 કરોડ રૂપિયા નફો થયો છે.

વર્ષના આધરા પર રિલાયન્સ રિટેલનો નફો 31.9 ટકાથી વધીને 3165 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે કંપનીની આવક પણ વર્ષના આધરા પર 22.8 ટકાથી વધીને 83,063 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આવક 77163 કરોડથી વધીને 83,040 કરોડ રૂપિયા


રિલાયન્સ રિટેલની આવકમાં વધારો જોવા મળ્યો છે. ક્વાર્ટરના આધાર પર રિલાયન્સ રિટેલની આવક ત્રીજા ક્વાર્ટરમાં વધીને 83,040 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગયા ક્વાર્ટરમાં કંપનીની આવક 77,163 કરોડ રૂપિયા રહી હતી.

એબિટડામાં જોવા મળ્યો વધારો

કંપનીને એબિટડા પણ નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટરમાં વધ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલના એબિટડા વર્ષના આધાર પર 31.1 ટકાથી વધીને 6258 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રિલાયન્સ રિટેલના એબિટડા માર્જિન પણ વધી છે. કંપનીના એબિટડા માર્જિન વર્ષના આધાર પર 0.50 ટકાથી વધીને 8.4 ટકા રહી છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે રિટેલ સેગમેન્ટમાં રહ્યો જોરદાર ગ્રોથ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબણીએ આ અવસર પર કહ્યું છે કે કંપનીના રિટેલ સેગમેન્ટનો કારોબાર રવા વાળી રિલાયન્સ રિટેલ કંપનીના કારોબારમાં પણ જોરદાર ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીના રિટેલ સેગમેન્ટમાં ડિજીટલ, ફિજિકલ ફુટફૉલમાં વધારો જોવા મળ્યો છે.

ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com નેટવર્ક 18નો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટ માલિકાના હક છે. તેનું બેનિફિટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2024 6:58 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.