Samvardhana Motherson Q4 Results: ભારતીય ઓટો કમ્પોનન્ટ નિર્માતા સંવર્ધન મધરસને રૂ. 224.77 અબજની આવક નોંધાવી છે. જે 30 ટકા વધારો દર્શાવે છે. ઓટોમોટિવ સેગમેન્ટમાંથી લગભગ રૂ. 5.7 લાખ કરોડ ($77bn) નો બુકિંગ બિઝનેસ છે.
ઓટો કમ્પોનન્ટ નિર્માતા સંવર્ધન મધરસન (Samvardhana Motherson)નો કોન્સોલિડેટેડ નેટ નફો માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 436 ટકા વધ્યો છે. જાન્યુઆરી-માર્ચ દરમિયાન કંપનીએ 654 કરોડ રૂપિયાનો નેટ નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 122 કરોડ રૂપિયા હતો.
માર્ચ ક્વાર્ટર દરમિયાન કામગીરીમાંથી આવક અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં 17,241 કરોડ રૂપિયાની સરખામણીએ 30 ટકા વધીને રેકોર્ડ 22,477 કરોડ રૂપિયા થઈ છે. જે અત્યાર સુધીની સૌથી વધુ હતી.
બોર્ડે માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે પ્રતિ ઈક્વિટી શેર દીઠ 0.65 રૂપિયાના ડિવિડન્ડની પણ ભલામણ કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે તેની પાસે ઓટોમોટિવ સેગમેન્ટમાંથી લગભગ 5.70 લાખ કરોડ રૂપિયાનો મજબૂત બુકિંગ બિઝનેસ છે.
સંવર્ધન મધનસનના ચેરમેન વિવેકચાંદ સેહગલે જણાવ્યું હતું કે, “અમારા ગ્રાહકોના સમર્થન અને અમારી ટીમોની સખત મહેનતથી, કંપનીએ વર્ષના અંતે મજબૂત પ્રદર્શન કર્યું છે. લગભગ $70 અબજનો મજબૂત બૂક થયેલો બિઝનેસ મધરસનમાં ગ્રાહકના વિશ્વાસનું પ્રતિબિંબ છે." કંપનીનું ચોખ્ખું દેવું અને EBITDA ગુણોત્તર 1.8x ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરથી 1.4x સુધરી છે. ચોખ્ખું દેવું હાલમાં રૂ. 7,474 કરોડ છે.
7 એક્વિઝિશન કર્યા
એપ્રિલ 2022થી કુલ $4.9 અબજ અને નેટ $1.1 અબજની સંયુક્ત પ્રોફોર્મા આવક સાથે 7 વ્યૂહાત્મક એક્વિઝિશન પૂર્ણ કર્યા છે. SAMIL ઓટોમોટિવ ઉદ્યોગમાં ઉભરતા વલણોમાંથી લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં છે.વધારાના સાત વ્યૂહાત્મક એક્વિઝિશન અને M&A પાઇપલાઇન અમારા બિઝનેસ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે.
સમીક્ષા હેઠળના ક્વાર્ટર માટે EBITDA 2,066 કરોડ રૂપિયા હતો, જે વાર્ષિક ધોરણે 61 ટકાની વધારો દર્શાવે છે. સંપૂર્ણ વર્ષ માટે, કંપનીની આવક 23 ટકા વધીને 78,701 કરોડ રૂપિયા થઈ છે, જે કંપનીની અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક આવક પણ છે.
સંપૂર્ણ વર્ષ 2023 માટે EBITDA 33 ટકા વધીને 6,394 કરોડ રૂપિયા નોંધાયો હતો, જ્યારે નફો FY23માં 193 ટકા વધીને 1,496 કરોડ રૂપિયા થયો હતો. શુક્રવારે, સંવર્ધન મધરસનનો શેર 0.43 ટકા ઘટીને 81.35 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.