Adani Energy Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 46 ટકા વધ્યો, આવક 11.54 ટકા વધી | Moneycontrol Gujarati
Get App

Adani Energy Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 46 ટકા વધ્યો, આવક 11.54 ટકા વધી

Adani Energy Q2 Result: જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 46 ટકાથી વધીને 284.09 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 194.47 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

અપડેટેડ 07:03:45 PM Nov 06, 2023 પર
Story continues below Advertisement

Adani Energy Q2 Result: અદાણી એનર્જી સૉલ્યૂશને હાજર નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 46 ટકાથી વધીને 284.09 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 194.47 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જ્યારે, ગયા ક્વાર્ટરમાં 181.98 કરોડની સરખામણીમાં નેટ પ્રોફિટ 56.11 ટકા વધું રહી છે. કંપનીએ બજાર બંધ થયા બાદ પરિણામ રજૂ કર્યા છે. આ વચ્ચે, આજે 6 નવેમ્બરે કંપનીના શેર 1.24 ટકાના વધારા સાથે 775 રૂપિયાના ભાવ પર બંધ થયો છે.

કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ

ક્વાર્ટર 2 નાણાકિય વર્ષ 2024માં કંપનીની કુલ આવક 3766.46 કરોડ રૂપિયા રહી છે, જે વર્ષના આધાર પર 3376.57 કરોડ રૂપિયાની સરખામણીમાં 11.54 ટકાથી વધું રહ્યું છે. ક્વાર્ટરના આધાર પર કુલ આવક 0.15 ટકા ઓચી રહી છે. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 2024 માં તે 3772.25 કરોડ રૂપિયા હતી. કંપનીનું Q2FY2024માં રેવેન્યૂ 15 ટકા વધીને 3497 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં Ebitda વર્ષના આધાર પર 6 ટકાથી વધીને 1443 કરોડ રૂપિયા થઈ રહી છે. 30 સપ્ટેમ્બર સુધી કંપની પર 290 અરબ રૂપિયાના કંસોલિડેટેડ નેટ લોન છે.


કંપનીનું ટ્રાસમિશન કારોબારથી રેવેન્યૂ નાણાકીય વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં 17 ટકા વધીને 1017.35 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ સમય ગાળામાં જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન કારોબારથી કંપનીની આવક 14 ટકા વધીને 2479.65 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

દેશની સૌથી મોટી પ્રાઈવેટ ટ્રાન્સમિશન કંપની

અદાણી એનર્જી સૉલ્યૂશન્સ, જેને પહેલા અદાણી ટ્રાન્સમિશનના નામથી ઓળખવામાં આવતી હતી, દેશની સૌથી મોટી પ્રાઈવેટ ટ્રાન્સમિશન કંપની છે, જેની હાજરી 14 રાજ્યોમાં છે. અદાણી એનર્જી સૉલ્યૂશન્સે હાલમાં તમિલનાડુમાં કરૂર ટ્રાન્સમિશન લિમિટેડ પરિયોજનાના સફળ શરૂઆતની જાહેરાત કરી છે. બીજા ક્વાર્ટરમાં, કંપનીએ ઑપરેશનલ નેટવર્કમાં 219 સીકેએમ, જિનું કુલ નેટવર્ક વર્તમાનમાં 19862 સીકેએમ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2023 7:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.