Adani Green Q1 Result : જૂન ક્વાર્ટરમાં નફો 51% વધ્યો, રેવન્યુમાં 33%નો ઉછાળો
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં અદાણી ગ્રીનનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 51 ટકા વધીને રુપિયા 323 કરોડ થયો છે. કંપનીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 214 કરોડનો નફો નોંધાવ્યો હતો. આ સિવાય કંપનીની આવકમાં 33 ટકાનો ઉછાળો આવ્યો છે.
વિન્ડ પોર્ટફોલિયોમાં ઉર્જાનું વેચાણ 34% વધ્યું, જે મજબૂત ક્ષમતા વૃદ્ધિને કારણે છે. જો કે, ગયા વર્ષની સરખામણીમાં પવનની ગતિ ઓછી હોવાને કારણે પવન CUFમાં ઘટાડો થયો છે.
Adani Green Q1 Result :અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીને FY24 ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 51 ટકા વધીને રૂ. 323 કરોડ થયો છે. કંપનીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 214 કરોડનો નફો નોંધાવ્યો હતો. આ સિવાય કંપનીની આવકમાં 33 ટકાનો ઉછાળો આવ્યો છે. એપ્રિલ-જૂન સમયગાળામાં કામગીરીમાંથી આવક 33 ટકા વધીને રૂ. 2176 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1635 કરોડ હતી.
પાવર સપ્લાયની આવક 55% વધી
પ્રથમ ત્રિમાસિક ગાળામાં વીજ પુરવઠાની આવક 55 ટકા વધીને રૂ. 2059 કરોડ થઈ છે. આ સેગમેન્ટનો EBITDA રૂ. 1,938 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 53 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગત વર્ષની સરખામણીમાં 1750 મેગાવોટ સોલારવિન્ડ હાઇબ્રિડ, 212 મેગાવોટ સૌર અને 554 મેગાવોટ પવન ઉર્જા પ્લાન્ટ સાથે ત્રિમાસિક ગાળા દરમિયાન ઓપરેશનલ ક્ષમતા વાર્ષિક ધોરણે 43% વધીને 8,316 મેગાવોટ થઈ છે.
કેવા રહ્યા ત્રિમાસિક પરિણામો
FY24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એનર્જીનું વેચાણ વાર્ષિક ધોરણે 70 ટકા વધીને 6,023 મિલિયન યુનિટ થયું છે. સોલાર પોર્ટફોલિયો CUF પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 40 બેસિસ પોઈન્ટ્સ વધીને 26.9% થયો, સતત ઉચ્ચ પ્લાન્ટ ઉપલબ્ધતા અને સુધારેલ સૌર વિકિરણ સાથે.
વિન્ડ પોર્ટફોલિયોમાં ઉર્જાનું વેચાણ 34% વધ્યું, જે મજબૂત ક્ષમતા વૃદ્ધિને કારણે છે. જો કે, ગયા વર્ષની સરખામણીમાં પવનની ગતિ ઓછી હોવાને કારણે પવન CUFમાં ઘટાડો થયો છે. 2140 મેગાવોટ સોલાર-વિન્ડ હાઇબ્રિડ પોર્ટફોલિયોએ 47.2% નો હાઇબ્રિડ CUF નો અહેવાલ આપ્યો છે.
અદાણી ગ્રીનના CEOનું નિવેદન
અદાણી ગ્રીનના સીઈઓ અમિત સિંઘે જણાવ્યું હતું કે, "સૌર, પવન અને સૌર-પવન હાઇબ્રિડ સોલ્યુશન્સ મુખ્ય યોગદાનકર્તાઓ તરીકે અમારી રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 2030 સુધીમાં 45 GW સુધી વધારવાનું અમારું લક્ષ્ય છે." અદાણી ગ્રીનને TN ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન તરફથી અનુકૂળ ઓર્ડર મળ્યો છે, જેના કારણે રૂ. 103 કરોડનો એક વખતનો વધારો થશે અને રૂ. 14 કરોડનો વાર્ષિક વધારો થશે. આજે, 31 જુલાઈએ, શેર 0.17 ટકાના વધારા સાથે રૂ. 1,094.45 પર ટ્રેડ થઈ રહ્યો છે.