અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપે સોમવારે એક મોટી જાહેરાત કરી છે. ગ્રુપે કહ્યું છે કે તેઓ તેમના સંયુક્ત સાહસ અદાણી વિલ્મરમાંથી બહાર નીકળવા જઈ રહ્યા છે. અદાણી ગ્રૂપ અદાણી વિલ્મરમાં તેનો સંપૂર્ણ હિસ્સો સિંગાપોરની કંપની વિલ્મર ઇન્ટરનેશનલને અને ઓપન માર્કેટમાં $2 બિલિયનથી વધુમાં વેચી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે વિલ્મર ઇન્ટરનેશનલને 31.06 ટકા હિસ્સો વેચશે. જ્યારે, બાકીનો 13 ટકા હિસ્સો મિનિમજાહેર શેરહોલ્ડિંગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખુલ્લા બજારમાં વેચવામાં આવશે.