ફૂડ ડિલિવરી એગ્રિગેટર ઝોમેટોના શૅર્સનું વેચાણ ટૂંક સમયમાં બ્લોક ડિલના માધ્યમે થઈ શકે છે. કંપનીની રોકાણકાર સોફ્ટબૅન્કનો લોક ઈન પિરિયડ પુરો થવામાં હોવાથી રોકાણ છુટો કરવાનો નિર્ણય લેવાઈ શકે છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
ફૂડ ડિલિવરી એગ્રિગેટર ઝોમેટોના શૅર્સનું વેચાણ ટૂંક સમયમાં બ્લોક ડિલના માધ્યમે થઈ શકે છે. કંપનીની રોકાણકાર સોફ્ટબૅન્કનો લોક ઈન પિરિયડ પુરો થવામાં હોવાથી રોકાણ છુટો કરવાનો નિર્ણય લેવાઈ શકે છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
બ્લિન્કિટના સોદા બાદ રોકાણકારોનો લોક-ઈન પિરિયડ પચ્ચીસ ઓગસ્ટ સુધીનો હતો. લોક-ઈન પિરિયડ પુરો થયા બાદ રોકાણકારો બ્લોક ડિલ્સના માધ્યમે ઝોમેટોના શૅર્સનું વેચાણ કરી શકે છે, એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. પરિણામે સોમવારે બ્લિન્કિટ ડિલ વખતે જે શૅર્સ મળ્યા હતા તે અનલોક થઈ જશે. સોમવાર 28 ઓગસ્ટના રોજ 12 મહિનાનો લોક-ઈન પિરિયડ પુરો થશે.
હાલના સમયમાં સોફ્ટબૅન્કનો ઝોમેટોમાં 3.35 ટકા હિસ્સો છે. બ્લિન્કિટ ડિલ વખતે હોલ્ડિંગ વેચતા સમયે આ ઈસ્યુ કરવામાં આવ્યો હતો. આ બાબતે ઝોમેટો અને સોફ્ટબૅન્કને ઈમેઈલ દ્વારા પુછવામાં આવ્યુ હતું પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
રોકાણકારોએ એક વાત ધ્યાનમાં રાખવી કે બ્લિન્કિટ ડિલ વખતે સોફ્ટબૅન્કને જે શૅર્સ મળ્યા હતા તેમાં ભાવ શૅરદીઠ 70.76 રૂપિયા હતો. હાલના સમયમાં ઝોમેટોનો શૅર ભાવ 90ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તેથી સોફ્ટબૅન્કને હિસ્સાનું વેચાણ કરીને નફો થશે એ નક્કી છે. સૂચિત ડિલના ભાગરૂપ સોફ્ટબૅન્ક ઉપરાંત બે વેન્ચર કેપિટલ કંપની- સિક્યોઈઆ અને ટાઈગરગ્લોબલ પણ લોક-ઈન પિરિયડમાં હતા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.