Ashok Leyland Q4 Result: નફો 16.6% ઘટ્યો, આવક 33% વધી, ડિવિડન્ડની પણ કરી જાહેરાત - Ashok Leyland Q4 Result: Profit down 16.6%, revenue up 33%, dividend announced | Moneycontrol Gujarati
Get App

Ashok Leyland Q4 Result: નફો 16.6% ઘટ્યો, આવક 33% વધી, ડિવિડન્ડની પણ કરી જાહેરાત

માર્ચ ક્વાર્ટરમાં અશોક લેલેન્ડનો નફો વર્ષના આધાર પર 16.6 ટકા ઘટીને 751.4 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 33 ટકા વધીને 11,625.7 કરોડ રૂપિયા પર રહી છે

અપડેટેડ 05:02:58 PM May 23, 2023 પર
Story continues below Advertisement
31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં અશોક લેલેન્ડનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

Ashok Leyland Q4 Result: દિગ્ગજ ઑટો કંપની અશોક લેલેન્ડ (Ashok Leyland) એ 23 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 16.6 ટકા ઘટીને 751.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 901.4 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 623 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 33 ટકા વધીને 11,625.7 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 8,744.3 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 11,863 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 64.4 ટકા વધારાની સાથે 1,275.7 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 776 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 1,213 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 8.9 ટકા થી વધીને 11 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 10.2 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

ડિવિડન્ડની જાહેરાત

પરિણામોની સાથે સાથે કંપનીએ 2.6 રૂપિયા પ્રતિ શેરના વચગાળાના ડિવીડન્ડની પણ જાહેરાત કરી છે.

Dealing Room: ડીલર્સે આ બે સ્ટૉક્સમાં કરાવી જોરદાર ખરીદારી, જે ઓછા સમયમાં કરાવશે સારો નફો

MoneyControl News

MoneyControl News

First Published: May 23, 2023 4:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.