આવનાર 2 ક્વાર્ટર સુધી એટ્રિશિયન રેટ 15 ટકાની નીચે આવવાની આશા: એલટીઆઈમાઇન્ડટ્રી | Moneycontrol Gujarati
Get App

આવનાર 2 ક્વાર્ટર સુધી એટ્રિશિયન રેટ 15 ટકાની નીચે આવવાની આશા: એલટીઆઈમાઇન્ડટ્રી

હાઈ ટેક અને બેન્કિંગ સર્વિસિસ વર્ટિકલમાં સારી ગ્રોથ જોવા મળી છે. કંપનીના ઓર્ડર ઇનફ્લોને જોતા માગ ઘણી સારી છે. એટ્રિશિયન ઓછા થઈ 17.8 ટકા પર આવ્યા છે.

અપડેટેડ 01:28:28 PM Jul 18, 2023 પર
Story continues below Advertisement

એલટીઆઈમાઇન્ડટ્રીના સીએફઓ, વિનિત તેરેદેસાઈનું કહેવું છે કે પહેલા ત્રિમાસિકનું પ્રદર્શન અનુમાન મુજબ રહ્યું છે. અમુક પ્રોજેક્ટ પુરા થવામાં વિલંબના કારણે પરિણામ પર અસર રહી છે. પહેલા ત્રિમાસિકમાં કંપનીનો ઓર્ડર ઇનફ્લો ઘણો સારો રહ્યો છે. ત્રીજા ત્રિમાસિક સુધી અટકેલા પ્રોજેક્ટનું કામ શરૂ થવાની અપેક્ષા છે.

વિનિત તેરેદેસાઈએ આગળ કહ્યું છે કે હાઈ ટેક અને બેન્કિંગ સર્વિસિસ વર્ટિકલમાં સારી ગ્રોથ જોવા મળી છે. કંપનીના ઓર્ડર ઇનફ્લોને જોતા માગ ઘણી સારી છે. એટ્રિશિયન ઓછા થઈ 17.8 ટકા પર આવ્યા છે. આવનાર 2 ત્રિમાસિક સુધી એટ્રિશિયન રેટ 15 ટકાની નીચે આવવાની આશા છે. વેતન વધારાની અસરને ધ્યાનમાં રાખી કંપની આગળ વધી રહી છે.

વિનિત તેરેદેસાઈના મતે વર્ષના અંત સુધી EBIT માર્જિન 17-18 ટકા રહેવાનું અનુમાન છે. અમુક ક્ષેત્રમાં વેલ્યુએશન સુધારવા પર ફોકસ છે. કંપની પાસે હાલ સારૂ કેશ બેસેન્સ છે. છેલ્લા 2 વર્ષમાં કેપેક્સ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થયો છે. સારૂ ડિવિડન્ડ આપવા પર પણ કંપનીનું ફોકસ રહેશે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.


વિનિત તેરેદેસાઈના અનુમાન કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે. અમારી કંપની કેમિકલ કંપની છે. કંપનીના કેમિકલમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 18, 2023 1:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.