નવી પ્રોડક્ટ્સને કારણે નાણાકીય વર્ષ 2024માં B2B બિઝનેસ મજબૂત થવાની અપેક્ષા: ઇન્સેક્ટીસાઇડ્સ ઇન્ડિયા
કંપનીએ તાજેતરમાં રાજસ્થાનમાં એક નવી સાઇટનું અધિગ્રહણ કર્યું છે. કંપની નવી સાઇટ્સમાં વધુ રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ 20 વર્ષ માટે શોધ માટે પેટન્ટ મેળવી છે.
ઇન્સેક્ટીસાઇડ્સ ઇન્ડિયાના એમડી, રાજેશ અગ્રવાલનું કહેવું છે કે નાણાકીય વર્ષ 23માં કંપનીએ કુલ 6 પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. નાણાકીય વર્ષ 2024માં નવા પ્રોડક્શનનું યોગદાન વધવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2024માં 4-5 નવા પ્રોડક્ટ લોન્ચ કરવાની કંપનીની યોજના છે. નવી પ્રોડક્ટ્સને કારણે નાણાકીય વર્ષ 2024માં B2B બિઝનેસ મજબૂત થવાની અપેક્ષા છે.
રાજેશ અગ્રવાલે આગળ કહ્યું છે કે કંપનીએ તાજેતરમાં રાજસ્થાનમાં એક નવી સાઇટનું અધિગ્રહણ કર્યું છે. કંપની નવી સાઇટ્સમાં વધુ રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ 20 વર્ષ માટે શોધ માટે પેટન્ટ મેળવી છે. બિહાર, ઓડિશામાં ગ્રોથમાં નરમાશ છે. મહારાષ્ટ્રમાં બિઝનેસ ગ્રોથ મજબૂત રહી શકે છે. ખરાબ ગ્લોબલ સંકેતોની અસર ઈન્વેન્ટરી પર જોવા મળી રહી છે. ભારતમાં ઈન્વેન્ટ્રી પર ગ્રોથ મજબૂત જોવા મળી રહ્યો છે.
રાજેશ અગ્રવાલના મતે માર્કેટની સ્થિતિને જોઈ ભાવમાં વધ-ઘટ થઈ રહ્યા છે. કંપનીનો ગ્રોથ 10-12 ટકા રહેવાની અપેક્ષા રાખી છે. એબિટડા માર્જિન 9-10 ટકા વચ્ચે રહેવાની ધારણા રાખી છે. નવા યુનિટથી કંપનીનો ગ્રોથ વધવાની અપેક્ષા છે. અમારા કંપનીમાં સારી શરૂઆત થતી જોવા મળી છે. અમુક શહેરોમાં થોડું દબાણ રહ્યું છે. આ મિક્સ વાતાવરણ છે.
રાજેશ અગ્રવાલના મુજબ આ વાતાવરણમાં નોર્થ ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિયા અને સેન્ટ્રલ ઈન્ડિયા તેમાં સારી શરૂઆત જોવા મળી છે. બાકી જગ્યા પર જોવી જોવી સગવળ બની રહી છે તેમ તેમ સોઈન્ગ ચાલી રહી છે. નોર્થ ઈન્ડિયામાં 70-80 ટકા સોઈન્ગ થઈ ગઈ છે. માર્કેટમાં વધારે ઈનવેન્ટરી નથી, જે ઈનવેન્ટરી છે તેના માર્કેટમાં આપવાનું છે. માર્કેટમાં પણ તેની ન્યૂઝ ચાલી રહી છે.
રાજેશ અગ્રવાલના અનુસાર કોઈ પણ એડવાન્સમાં પૈસા લગાવા નથી માંગતો, જેમ માર્કેટની ડિમાન્ડ અને સિઝનના હાસાબથી પૈસા લગવશે. કંપનીની ઈનવેન્ટ્રીને ઓછા કરવાના કામમાં છે, જે અત્યાર સુધી 20 ટકા ઘટાડી દીધી છે. આવનારા ક્વાર્ટરમાં 20-25 ટકા ઈનવેન્ટ્રીને ઓછી કરવાની અપેક્ષા રાખી રહ્યા છે.